કોડીનારની મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં 783 વિદ્યાર્થીનીઓની નિઃશુલ્ક આંખ તપાસ, 72 ને ચશ્મા વિતરણ
કોડીનાર,અંબુજા ફાઉન્ડેશન અને સુદર્શન નેત્રાલયના સંયુક્ત ઉપક્રમે કોડીનાર ખાતે આવેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે એક નિઃશુલ્ક આંખ તપાસ શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં નિષ્ણાત ડોકટરો દ્વારા કુલ 783 વિદ્યાર્થીનીઓની આંખોની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન 72 વિદ્યાર્થીનીઓમાં નજરના નંબરો (Refractive Errors) પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. આ વિદ્યાર્થીનીઓને સ્થળ પર જ નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી તેમને દ્રષ્ટિ સુધારવામાં તાત્કાલિક મદદ મળી હતી.સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યા અને શિક્ષક મંડળના સક્રિય સહયોગથી ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. અંબુજા ફાઉન્ડેશન અને સુદર્શન નેત્રાલય દ્વારા કરવામાં આવેલી આ પહેલથી વિદ્યાર્થીનીઓને આંખોની સંભાળ રાખવા અને દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓનું વહેલું નિદાન અને નિરાકરણ લાવવામાં ઘણી મદદ મળી છે.આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યક્રમો વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શન અને એકંદર સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા