>
Tuesday, August 26, 2025

વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમા બનેલ બાળકીના અપહરણનો તથા ઇડર પોલીસ સ્ટેશનની મો.સા ચોરીના એમ કુલ-૦૨ ગુન્હાના ભેદ ઉકેલી ભોગ બનનાર બાળકી તથા ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યો

વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમા બનેલ બાળકીના અપહરણનો તથા ઇડર પોલીસ સ્ટેશનની મો.સા ચોરીના એમ કુલ-૦૨ ગુન્હાના ભેદ ઉકેલી ભોગ બનનાર બાળકી તથા ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યો

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જિલ્લામા અપહરણ તથા મિલકત સંબંધી ચોરીઓના બનાવો સંબંધે આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ, ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો ડી.એન.સાધુ પો.ઈન્સ. ખેડબ્રહ્માં પો.સ્ટે નાઓએ પોલીસ સર્વેલન્સ ટીમને આ દિશામા સતત વોચ તપાસમા રહી આવા ઇસમોને પકડવા સુચનો કરેલ.

જે આધારે સર્વેલન્સ ટીમના માણસો ખેડવા બોર્ડર ખાતે વાહન ચેકીંગમાં હતા તે વખતે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ સિલ્વર કલરની ચોરીની મો.સા લઈ ધ્રોઈ થી ઝાઝવા પાણાઈ તરફથી આવે છે જે હકીકત આધારે સદર બાતમી વાળી મો.સા સાથે શંકાસ્પદ ઇસમ આવતા તેને ઉભો રાખી મો.સા ચાલકનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ કાનજી લાલજીભાઈ ગમાર ઉ.વ.૨૫ રહે.બુજા(ઝેર) તા.કોટડાછાવણી જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું જણાવે છે જેથી સદર ઈસમ પાસેની મો.સા ના આધાર પુરાવા તેમજ ઓળખના પુરાવા માંગતા સદરી ઇસમ ગલ્લા તલ્લા કરતો હોય અને સંતોષકારક જવાબ આપતો ન હોય સદર મો.સા જોતા હીરો કંપનીની લેંડર બાઈક જેનો રજીસ્ટ્રેશન GJ-09-DF-9246 જેનો એન્જીન નં-HA10AGKSM10389 જેનો ચેચીસ નં-MBLHAW086KSM05052 હોવાનું જણાયેલ અને આ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ખેડબ્રહ્મા પો.સ્ટે લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર મો.સા બાબતે કોઈ ચોક્કસ હકીકત જણાવતો ન હોય જેથી સદર મો.સા બાબતે પોકેટ કોપ એપ્લીકેશન તથા ICGS પોર્ટલ મારફતે ચેક કરતા સદર મો.સા રજી.નં- GJ-09-DF-9246 બાબતે ઈડર પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૯૦૨૦૨૫૦૯૯૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ-૩૦૩(૨) મુજબનો તા.૦૬/૦૮/૨૦૨૫ ના રોજ ગુન્હો દાખલ થયેલ હોય તેમજ સદરી ઈસમને વધુ પુછપરછ કરતા ગઈ તા.૦૬/૦૮/૨૦૨૫ ના

રોજ સાંજના આશરે ચારેક વાગ્યાના સુમારે મોજે ભજપુરા તા.વડાલી ગામેથી આ જ મો.સા પર એક પાંચેક વર્ષની બાળકીને ઉપાડી લઈ ગયેલાની હકીકત જણાવતો હોય અને આ અંગે વડાલી પો.સ્ટે થી ખાત્રી કરાવતા આ હકીકત અંગે વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૫૪૨૫૦૩૯૫/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ-૧૩૭(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી આરોપીને ભોગ બનનાર બાળકી સંબંધે વધુ પુછપરછ કરતા બાળકી તલોદ તાલુકાના પુંસરી મુકામે પોતે ખેતી કામે ભાગમાં રહેલ હોય તે શેઠના કુવા પર હોય જેથી સદર આરોપીને સાથે રાખી તે ભાગમાં રહેલ હોય તે જગ્યાએ પુંસરી મુકામે આવેલ ખેતરે જઈ તપાસ કરતા ભોગબનનાર બાળકી આરોપીના ભાઈ તથા માતા પાસે હોય ત્યાંથી ભોગબનનાર બાળકીનો કબજો મેળવી અત્રેના પો.સ્ટે ખાતે લાવી સદર આરોપી તેમજ ગુન્હામાં વાપરેલ મો.સા તથા ભોગબનનાર બાળકીને આગળની કાર્યવાહી સારુ વડાલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે. આમ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બાળકીના અપહરણનો તથા ઇડર પોલીસ સ્ટેશનની મો.સા ચોરીનો એમ કલ-૦૨ ગન્હાઓ નો ભેદ ઉકેલી ખેડબ્રહ્મા પોલીસે વધુ એક સફળતા મેળવી

 

તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores