>
Tuesday, August 26, 2025

અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સાબરકાંઠા ટીમ

*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સાબરકાંઠા*

આજે તારીખ – 3 ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)ની પ્રાંત ટીમ તેમના પ્રવાસના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે હોવાથી પીપળીકંપા પ્રાથમિક શાળા ખાતે સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાના અને જિલ્લાની ટીમ સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવી. પ્રાંત ટીમમાંથી આવેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રીશ્રી સરદારસિંહ જે. મછાર, માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ પ્રાંત મહામંત્રીશ્રી જીતેન્દ્રભાઈ વી. ઠાકર અને સાબરકાંઠા જીલ્લાના વાલી પંકજભાઈ પટેલ, સંચાલક મંડળના ચૈતન્યભાઇ ભટૃ, સરકારી ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા અધ્યક્ષ અક્ષય કુમાર પંચાલ, માતૃશક્તિ તથા વિવિધ તાલુકાના પદાધિકારીઓને સાબરકાંઠા જીલ્લા પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ સંજયભાઈએ શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા. પ્રાથમિક સંવર્ગ માંથી મંત્રી નરેશભાઈ પટેલ તથા અન્ય મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા સરકારી સંવગૅના પદાધિકારી ગૌતમભાઈ ભટ્ટ,મહેન્દ્રભાઈ પટેલ,પંકજભાઈ મહેતા, અરજનભાઈ, મહેશભાઈ, અક્ષયભાઈ, વિજયભાઈ, સમીરભાઈ, શ્રેયાંશ ભાઈ, જયેશભાઈ ઉપસ્થિત રહી પ્રશ્રોની રજુઆત કરી. અતિથિ દેવોભવના ભાવ સાથે જીલ્લા વતી સર્વેનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યુ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લાની નક્કર કામગીરી અંગે સૌ પ્રાંત ટીમના હોદ્દેદારોને માહિતગાર કરવામાં આવ્યા.૧૦૦℅ સદસ્યતા અભિયાનમાં સફળતા મેળવનાર તાલુકાના કાર્યક્રતાઓનુ વિશેષ સન્માન કરવામાં આવ્યુ. જિલ્લાના વિવિધ તાલુકામાંથી આવેલા હોદ્દેદારોના શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોને રૂબરૂ સાંભળવામાં આવ્યા. જેનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે તે બાબતે પ્રાંત ટીમ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક સંવર્ગ પ્રાંત સંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટે કર્યું.અંતમાં સૌ કાર્યકર્તા મિત્રો દ્વારા કલ્યાણ મંત્ર બોલીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.

 

*અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સાબરકાંઠા ટીમ*

 

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores