ઉના તાલુકાના દેલવાડા ગામે બોળ ચોથ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર દ્રારા બોળ ચોથ નિમિત્તે ગૌ પુજન નુ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાધે ક્રિષ્ના ગૌ મંદિર દ્રારા ગૌ મંદિર ખાતે ગૌ પુજન નુ આયોજન કરવામાં આવ્યું હતું વૈદિક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેલવાડા ગામ ના વિદ્વાન શાસ્ત્રી ભરતભાઇ જોશી તથા કાર્તિક ભાઇ જોષી દ્રારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાય માતાજી નુ પુજન વિધી કરાવવા મા આવેલ તથા ગામ ની ગૌ પુજન મા બોળ ચોથ નુ વ્રત કરતી તમામ બહેનો એ ગાય માતાજી નુ પુજન કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે ગૌ દાન બ્રાહ્મ દાન કરેલ આ ગૌ પુજન આયોજન મા ગામ ની અંદાજીત 3500 થી 4000 મહિલા ઓ જોડાય હતી
રાધે ક્રિષ્ના ગૌ શાળા ના શ્રી કલ્પેશભાઈ બારોટ મહેશભાઇ બાંભણિયા યશ શિગડ સહિત ના ગૌ શાળા ના સેવકો એ ભારે જહેમત ઉઠાવી હતી સાથે સાથે ગૌ શાળા ના મેદાન પર વિશાળ ડ્રોમ ઉભો કરી ખુરશી સહિત ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના