પ્રેસનોટ આપવા બાબત
પી.એમ શ્રી ધાનેરા મિશ્ર શાળા નં 1
સક્ષમ શાળા એવોર્ડમાં જિલ્લામાં પ્રથમ સ્થાને
તા.૧૩/૦૮/૨૦૨૫ ના રોજ પાલનપુર મુકામે સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ અને યુનિસેફ દ્વારા જિલ્લાની તથા તાલુકાની શ્રેષ્ઠ શાળાઓ માટે ‘સક્ષમ શાળા એવોર્ડ’ આપીને સન્માનવામા આવી હતી. જેમાં ધાનેરાની પી.એમ શ્રી ધાનેરા મિશ્ર શાળા નં 1 ને જિલ્લામાં ઓવરઓલ કેટેગરીમાં પ્રથમ સ્થાને રહીને ૩૧૦૦૦ રૂપિયા રોકડ પુરસ્કાર એવોર્ડ તથા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ગૌરવ કુમાર સોલંકી એસ.એમ.સી અધ્યક્ષ તથા સ્ટાફ અને બાળકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સક્ષમ શાળામાં ચાર વિભાગો અને બાર પેટા વિભાગોમાં સુંદર કામગીરી કરી સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી શાળાને આ મુકામ સુધી પહોંચાડવા માટે કામગીરીને બિરદાવવામાં આવી હતી. અહેવાલ = સરફરાઝ મેમણ