>
Tuesday, August 26, 2025

વડાલી નગરપાલિકાના વિકાસના કાર્યોમાં પ્રમુખ ની મનમાની ના આક્ષેપ સામે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું 

વડાલી નગરપાલિકાના વિકાસના કાર્યોમાં પ્રમુખ ની મનમાની ના આક્ષેપ સામે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું

 

વડાલી નગરપાલિકામાં વિકાસના કાર્યોને લઈને મોટું રાજકીય ઘમાસાણ સર્જાયું છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રૂ. 7 કરોડની વિકાસ ગ્રાન્ટનો ઉપયોગ કઈ રીતે કરવો તે મામલે ભાજપના 20 સદસ્યોમાંથી મુદ્દે પાલિકાના 12 સદસ્યોએ પાલિકા પ્રમુખ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. આ સદસ્યોએ ચીફ ઓફિસર પરિતા પરમારને લેખિત રજૂઆત કરીને આકરા આક્ષેપો કર્યા છે કે પ્રમુખ સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર જ મનસ્વી રીતે વિકાસના કામો નક્કી કરી રહ્યા છે.

​આક્ષેપો અનુસાર, પ્રમુખ દ્વારા રૂ. 4.35 કરોડના વિકાસના કાર્યો 12 સદસ્યોની સંમતિ કે જાણ વગર જ મનસ્વી રીતે કામ નક્કી કરી દેવામાં આવ્યા છે. અને વિશ્વાસમાં લેવાયા નથી. સદસ્યોની રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો આગામી જનરલ સભામાં સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર પ્રમુખ પોતાની મનમરજીથી કામો મંજૂર કરાવવા ઠરાવ પસાર કરશે, તો તેનો સખત વિરોધ કરવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ યશરાજ ભાટી એ જણાવ્યું હતું કે આ બાબતે મને ખબર નથી હું આખો દિવસ કોર્ટમાં હતો તપાસ કરીને કંઈ કહી શકું. ચીફ ઓફિસર પરિતા પરમારે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે 22 મે, 2025ના રોજ થયેલો ઠરાવ જોઈને પ્રમુખ સાથે ચર્ચા કરશે.

વડાલી પાલિકામાં કુલ 24 પૈકી 20 સદસ્યો ભાજપના છે તેમાંથી 12 સદસ્યોએ વિકાસ કામોના ઓઠા હેઠળ બાયો ચઢાવતા પ્રમુખ માટે સમસ્યા પેદા થઈ છે. સદસ્યોના વિરોધને જોતાં આગામી સમયમાં પાલિકાની રાજનીતિમાં મોટા ઉથલપાથલ થવાની શક્યતા છે. પ્રમુખ અને સદસ્યો વચ્ચેના આ આંતરિક સંઘર્ષની સીધી અસર વડાલીના વિકાસ કાર્યો પર પડી શકે છે. ભાજપના 12 સદસ્યોનો તેમના જ પ્રમુખનો જાહેર વિરોધ કરવાનો મામલો જિલ્લા ભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

 

 

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores