તારિખ ૨૨.૦૮.૨૦૨૫. ના રોજ રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ચાલતા LDF પ્રોજેકટ અંતર્ગત, લુઇસ ડ્રેફસ કંપની (LDC) અને કોસ્ટલ સેલીનીટી પ્રિવેન્શન સેલ- CSPC રાજુલા ના સયુંકત પ્રયાસ દ્વારા રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામે તેમજ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે કપાસમાં આવતી ગુલાબી ઇયળ ને નિયત્રણ કરવા અને સારી ગુણવતા વાળા કપાસ નું ઉત્પાદન કેવી રીતે કરવું તેના માટે ખેડૂત જાગૃતિ કાર્યકર્મ નું આયોજન કરવામાં આવેલ જેમાં રાજુલા તાલુકાના ૨૦ ગામ અને જાફરાબાદ તાલુકાના ૨૦ ગામ કુલ ૪૦ ગામના સરપંચો,આગેવાનો અને ૫૦૦ જેટલા ખેડૂત આ કાર્યકર્મ માં જોડાયા હતા, આ કાર્યકમ માં LDC તરફથી સતીશભાઈ, રમેશભાઈ રાઠોડ કૃષિ-વેજ્ઞાનિક-KVK કોડીનાર, દિનેશભાઈ સાવલિયા-આત્મા પ્રોજેકટ DTM તેમજ અનુરાગભાઈ ચતુર્વેદી એરિયા મેનેજર -રાજુલા અને CSPC સંસ્થાના તમામ સ્ટાફ હાજર રહેલ
કાર્યકર્મ ના અંતે તમામ હાજર ખેડૂત મિત્રો ને ફેરોમેન ટ્રેપ નું વિતરણ કરવામાં આવેલ કરવામાં આવેલ અને કપાસમાં આવતી ગુલાબી ઈયળ ને નિયત્રણ માં લાવવા તેનો ઉપયોગ કેવીરીતે કરવો તેની સમજણ આપવામાં આવેલ. ઉપરાંત, જે ખેડૂતોને ફેરોમોન ટ્રેપ આપવામાં આવેલ તેમને સમપૂર્ણ ખર્ચ લુઇસ ડ્રેફસ કંપની દ્વારા કરવામાં આવેલ જેથી કરી અને ખેડૂત પોતાના ખેતરમાં ફેરોમેન ટ્રેપ લગાવી અને ગુલાબી ઈપળ સામે રક્ષણ મેળવી શકે,
અને સારી ગુણવતા વાળા કપાસનું ઉત્પાદન લઇ શકે.
રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ અમરેલી