આવતા પાંચ દાયકાની ચિંતા અત્યારથી જ કરવી જોઈએ હિન્દુઓએ બે કરતાં વધુ સંતાનો કરવા જોઈએ
દેશમાં પાંચ કરોડ કરતાં વધુ ઘૂસેલા બાંગ્લાદેશીઓ ની હકાલ પટ્ટી કરવા કેન્દ્ર સરકાર પાસે માંગણી કરવી જોઈએ
ઉપલેટામાં ફાયર બ્રાન્ડ નેતા ડો. તોગડિયા નુ તડ ને ફડ
ઉપલેટા તા. ૨૬
હિન્દુ જાગરણ અભિયાન અંતર્ગત ગઈકાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા ઝેડ પ્લસ સુરક્ષા સાથે ઉપલેટામાં આવી પહોંચ્યા હતા ૧૪ વર્ષ બાદ ઉપલેટાની મુલાકાતે આવેલા ડૉ. તોગડીયાએ તેમના જુના સાથી કાર્યકરો સાથે વિચાર ગોષ્ઠી કરી હતી, આવતા પાંચ દાયકાની ચિંતા અત્યારથી જ કરવી જોઈએ હિન્દુઓએ બે કરતા વધુ સંતાનો પેદા કરવા પર ભાર મૂક્યો હતો.
તા. ૧૬ થી ૩૦ ઓગસ્ટ સુધી ૬૧ તાલુકાના પ્રવાસે હિન્દુ જાગરણ અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રના પ્રવાસે રહેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો પ્રવીણભાઈ તોગડીયા ગઈકાલે ઉપલેટા શહેરમાં આવી પહોંચ્યા હતા તેઓએ સ્થાનિક પત્રકારોને જણાવેલ કે હિન્દુ સમાજે આવતા પાંચ દિકાની ચિંતા અત્યારથી જ કરવી જોઈએ કારણ કે બે હજાર વર્ષ પહેલા દુનિયામાં હિન્દુઓની વસ્તી વધારે હતી, આજે દુનિયામાં ૮૦૦ કરોડ ની વસ્તીમાં સો કરોડની વસ્તી હિન્દુની છે આવી જ રીતે ચાલશે તો પાંચ કે છ દાયકા બાદ ૫૦ કરોડ જ હિન્દુ બચશે તો આપણી ભાવિ પેઢીને ભોગવવું પડશે તેથી હિન્દુઓએ બે કરતાં વધુ સંતાનો પેદા કરવા પર ભાર મૂક્યો હતો. ગામે ગામ હિન્દુ યુવાનો એ ભારતીય સંસ્કૃતિ ટકાવી રાખવા અને આગળ વધારવા માટે બોહોળી સંખ્યામાં હિન્દુ યુવાનોએ આગળ આવવું જોઈએ, ગામે ગામ અને મહોલ્લામાં હનુમાન ચાલીસા ના કેન્દ્રમાં વધુ પ્રમાણમાં બાળકો અને યુવાનોને જવું જોઈએ અને હિન્દુ સમાજને જાગૃત કરવો જોઈએ, ૧૮૬૦ થી ૧૯૬૦ સુધી હિન્દુ સમાજ ની વસ્તી ચાર દેશોમાં બહુમતી વસ્તી હતી, આજે ધીરે ધીરે આ વસ્તી ઘટી રહી છે અને લઘુમતી ની વસ્તી વધી રહી છે તે આવનારા દિવસો મા હિન્દુ સમાજ માટે ચિંતા નો વિષય છે વધુમાં ડો. પ્રવીણભાઈ તોગડીયાએ જણાવેલ કે જ્યારે ૧૯૮૯ માં વહી મંદિર બનાયેંગે ના નારા સાથે રામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી ૩૫ વર્ષ બાદ આપણુ સ્વપ્ન સાકર થયું છે જેમાં ગામે ગામ થી મંદિર બનાવવા માટે ઈંટો એકત્રિત કરી હતી જેથી આજે આપણે અયોધ્યામાં રામ લલ્લા ના દર્શન કરી રહ્યા છીએ અગાઉ ગામે ગામ લાખોની સંખ્યામાં યુવાનોને ત્રિશુલ દીક્ષા અને આર્મી ની ટ્રેનિંગ પણ આપી હતી, હાલમાં ભારત દેશમાં પાંચ કરોડ કરતા વધુ બાંગ્લાદેશી ઘૂસી ગયા છે તે તમામને પાછા બાંગ્લાદેશ ધકેલી દેવા કેન્દ્ર સરકાર પાસે માગણી કરવી જોઈએ તેમ અંતમાં પ્રબુદ્ધ નાગરિકો અને યુવાનો સાથે વિચાર ગોષ્ઠી કરતા જણાવેલ હતું.
આ પ્રવાસ દરમિયાન તેમની સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય મહામંત્રી રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. ગોવિંદભાઈ ગજેરા, પ્રાંત પ્રચારક નિર્મળસિંહ ખુમાણ સહિત સૌરાષ્ટ્રના આગેવાનો જોડાયા હતા
બોક્સ…
ડો. પ્રવીણભાઈ તોગડીયા એ રાણપરીયા પરિવારના “વૃજભૂમિ” નિવાસ ની મહેમાન ગતિ માણી
ગઈકાલે સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડો. પ્રવીણભાઈ તોગડીયા એ ઉપલેટામાં વિહીપ ના પૂર્વ પ્રમુખ અને સામાજિક કાર્યકર ભરત રાણપરીયા પરિવાર ની શુભેચ્છા મુલાકાત લેતા કિરીટભાઈ રાણપરીયા સહિત પરિવારજનોએ આવકાર્ય હતા, ડો. તોગડિયાએ પરિવાર સાથે ના જુના સ્મરણો યાદ કર્યા હતા.
રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા