ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન વડાલી પ્રમુખશ્રી રાજેશભાઈ ભીખાભાઇ ઠાકોરનો એક વર્ષ કાર્યકાર પૂર્ણ થતા આજે 22/10/2023ના રોજ લોકશાહી રીતે નવા પ્રમુખશ્રી માટે ચૂંટણી કાર્યક્રમ રાખેલ હતો તેમાં ઠાકોર સમાજ વડાલી માંથી પ્રમુખશ્રી માટે (1) આકાશભાઈ નારાયણભાઈ ઠાકોર (2)દીપકભાઈ ડાહ્યાભાઈ ઠાકોર (3)મનોજભાઈ શેનાભાઇ ઠાકોર (4)રવિકાન્તભાઈ કેશાભાઈ ઠાકોર ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા. બેનેટપેપર થી વોટિંગ કર્તા પ્રમુખશ્રી રવિકાંતભાઈ કેશાભાઈ ઠાકોર ચૂંટાઈ આવેલ છે. અને ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન ની સર્વ સંમતિ થી કોર કમિટી ના અધ્યક્ષ તરીકે રાજેશભાઈ ભીખાભાઇ ઠાકોર ચૂંટાઈ આવેલ છે. આગામી સમય માં ક્ષત્રિય ઠાકોર સમાજ વડાલીના તમામ ગામે ગામ મિટિંગ કરી લોકશાહી રીતે ચૂંટણી કરી પ્રમુખશ્રી નિમણુંક કરી ઠાકોર સમાજ ને પ્રગતિ ના પંથે લઈને કાર્યો કરશે.
રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા