ગણેશોત્સવ નિમિતે પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા
જિલ્લામાં દર વર્ષે ગણશોત્સવનો તહેવાર ખુબ જ ઉત્સાહ પૂર્વક અને ધામધૂમથી મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ગણેશ મહોત્સવ તહેવાર તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૦૫/૦૯/૨૦૨૫ સુધી ઉજવનાર છે. ઉકત તહેવારમાં જિલ્લામાં ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે તેમજ ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે એટલે કે તા.૦૫/૦૯/૨૦૨૫ના રોજ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન સરઘસ નિકળતું હોય છે અને શ્રધ્ધાળુઓ ધ્વારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવે છે.
પર્યાવરણ (એન્વાયરમેન્ટ પ્રોટેકશન) એકટ-૧૯૮૬ ની કલમ-૫ મુજબ ગુજરાત સરકારશ્રી વન અને પર્યાવરણ વિભાગના સંદર્ભ-(૧)ના પત્રની સૂચના અનુસાર નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા બોમ્બે હાઈકોર્ટની સુચના તથા આપેલ આદેશ મુજબ ગણેશોત્સવ દરમ્યાન પર્યાવરણને નુકશાન ન થાય તે હેતુથી સાવચેતીના પગલા રૂપે નીચે મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાય છે. કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી લલીત નારાયણ સિંઘ સાંદુ દ્વારા તેમને મળેલ સત્તાની રુએ નીચે મુજબ પ્રતિબંધિત હુકમ જાહેર કરાયા છે.
(૧) કરવા ઉપર શ્રી ગણેશજીની માટીની મૂર્તિ “૯(નવ)” ફુટ કરતા વધારે ઉંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરિવહન, (૨) શ્રી ગણેશજીની પી.ઓ.પીની મૂર્તિ બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર,
(૩) મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે, તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે. તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા કે કોઈપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવા ઉપર તથા મૂતર્તિઓના સ્થાપના દિવસ બાદ વધેલી તથા ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર,
(૪) મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરવા ઉપર.
(૫) કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હ કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચવા ઉપર,
(9) શ્રી ગણેશ મહોત્સવ દરમિયાન બિભત્સ ફિલ્મી ગીતો કે ધાર્મિક લાગણી દુભાય તેવા ગીત-સંગીત કે ભાષણો, પ્રવચનો વગાડવા પર તથા ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર કરવા પર.
(७) વિસર્જન સરઘસ માટેના પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવા ઉપર.
(८) વિસર્જન સરઘસ માટેના પરમીટમાં દર્શાવેલ સ્થળ સિવાયઅન્ય સ્થળ ઉપર વિસર્જન કરવા ઉપર.
(૯) જાહેર માર્ગો પર સામાન્ય ટ્રાફિકને અડચણ કરવા પર.
(૧૦) શ્રી ગણેશજીની મૂર્તિઓના વિસર્જનની શોભાયાત્રામાં ઉંટગાડી, બળદગાડું, હાથી કે ટ્રેલરનો ઉપયોગ કરવા ઉપર.
નામદાર સુપ્રિમ કોર્ટ તથા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની વિસર્જનની ગાઈડલાઈન મુજબ વિસર્જન કરવા અંગે તકેદારી રાખવી. તેમજ સરકારશ્રીના ગૃહ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ તથા નામદાર સુપ્રિમ કોર્ટ/ હાઈકોર્ટ તથા અન્ય કોર્ટ ટ્રીબ્યુનલની વખતો-વખતની સુચન અને માર્ગદર્શન મુજબ ફેરફારને આધિન તથા સંબંધિતોને બંધનકર્તા રહેશે.
આ હુકમ ૫/૯/૨૦૨૫ ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ બીનજામીન લાયક ગુન્હા માટે શિક્ષાને પાત્ર થશે.
અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891