આજરોજ ઉના ખાતે સોરઠ ના સાસંદ શ્રી ને ઉના તાલુકાના સૈયદ રાજપરા તથા નવાબંદર ગામ ના માછીમાર આગેવાનો ની રજૂઆત
આજરોજ ઉના ખાતે જુનાગઢ ગિર સોમનાથ ના સાસંદ શ્રી રાજેશભાઇ ચુડાસમા ઉના ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના કાર્યાલય ખાતે પધારેલ એ સમય દરમિયાન ઉના તાલુકાના નવાબંદર ગામ ના સરપંચ શ્રી સોમવાર ભાઇ મજીઠીયા સહિત ના માછીમાર આગેવાનો તથા સૈયદ રાજપરા ગામ ના કોળી સમાજ માછીમાર બોટ એસોસિયેશન ના પ્રમુખ શ્રી પ્રકાશભાઇ બાંભણિયા સહિત ના માછીમાર આગેવાનો એ ઉપસ્થિત સાસંદ શ્રી રાજેશભાઇ ચુડાસમા ને રુબરુ મુલાકાત કરી માછીમાર વ્યવસાય માં પડતી હાલાકી નિવારવા માટે અતિ સંવેદનશીલ રજુઆત કરી હતી સાથે સાથે સૈયદ રાજપરા ગામ ના કોળી સમાજ માછીમાર બોટ એસોસિયેશન ના પ્રમુખ શ્રી પ્રકાશભાઇ બાંભણિયા એ તાજેતરમાં જે બોટ ડુબી જતાં થયેલી દુર્ઘટના અંગે તથા ગુમ થયેલા માછીમારો અંગે લાગણી સભર રજુઆત કરી હતી તથા સૈયદ રાજપરા ગામ ના કુદરતી બંદર મા હાલ ડ્રેજીગ ના અભાવે માછીમાર ભાઇઓ ને પડતી હાલાકી નિવારવા માટે પણ રજૂઆત કરી હતી અને તાજેતરમાં થયેલી દુર્ઘટના મા ભોગ બનેલા બોટ માલિક તથા ખલાસી ઓ ને વહેલી તકે સહાય આપવામાં આવે એવી માગણી કરી હતી સાથે સાથે પ્રકાશભાઇ બાંભણિયા એ એવી રજૂઆત કરી હતી કે માછીમારો ને ડિઝલ ની સબ સીડી વહેલી તકે ચુકવવા મા આવે અને અવારનવાર દરીયા મા વગર કારણે થતી હેરાનગતિ ને નિવારવા મા આવે તેમજ માછીમારી દરમિયાન દરિયા કિનારે થી દુર માછીમારો માછીમારી કરતા હોય ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઈ તો તાત્કાલિક 108 ની સુવિધા દરિયા મા પણ ઉપલબ્ધ થાય અને સલામતી અને બચાવ કામગીરી ઝડપી થાય એવી માંગણી કરી હતી સાસંદ શ્રી રાજેશભાઇ ચુડાસમા એ માછીમારો ની રજૂઆત સંદર્ભ મા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર નુ ધ્યાન દોરવા ની ખાતરી આપી હતી સાથે સાથે ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ પણ માછીમારો ને પડતી હાલાકી નિવારવા માટે સરકાર શ્રી નુ ધ્યાન દોરવા ની ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના