*ધોકડવા મુકામે રૂ.1કરોડ 35 લાખના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત સાંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રી ની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું…*
આજરોજ ગીરગઢડા તાલુકાના *ધોકડવા* મુકામે જુનાગઢ-ગીર સોમનાથ જીલ્લાના માનનીય સાંસદ સભ્યશ્રી *રાજેશભાઈ ચુડાસમા સાહેબ* તેમજ *ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ સાહેબના* વરદ હસ્તે *ધોકડવા* ગામે *રૂ. 1 કરોડ 35 લાખના ખર્ચે* તૈયાર થનાર *પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.* ધોકડવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થવાથી ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પડશે. તેમજ લોકોની સુખાકારીમાં પણ વધારો થશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી ડાયાભાઈ જાલોન્ધરા, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધર્મેશભાઈ રાખોલીયા, પૂર્વ ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખશ્રી કાળુભાઈ રૂપાલા, ગીરગઢડા તાલુકા ભાજપ મહામંત્રીશ્રી કે.સી.રાજપુત, સરપંચશ્રી કાંતિભાઈ માળવી, જીલ્લા પંચાયતના સદસ્યશ્રી
દકુભાઈ દોમડીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિશ્રી ભીખાભાઈ કીડેચા, તાલુકા પંચાયતના સદસ્યશ્રી દુલાભાઈ ગુજ્જર તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.