>
Wednesday, September 3, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્ત એકત્રીત કરવાની આગવી પહેલ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્ત એકત્રીત કરવાની આગવી પહેલ..

 

ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્ય કર્મચારી મંડળ તથા સરકારી શાળાના શિક્ષક કર્મચારી મંડળો તથા અનુદાનિત અને બિન અનુદાનિત શાળાના શિક્ષકો કર્મચારીઓ ના સહયોગ થી સમગ્ર રાજ્યમાંથી તારીખ 16 /9 /25 ના રોજ અમદાવાદ સ્થિત મદદગાર પરિવાર સંસ્થા એ સમગ્ર રાજ્યમાંથી 1 લાખ લોહીની બોટલ (યુનિટ) ભેગી કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત કરવાની નેમ લીધી છે. રક્તદાન એકત્ર કરવાનું કામ રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવનાર છે અને આ એકત્ર કરેલ લોહી દેશના સૈનિકો,થેલેસેમિયા થી પીડાતા બાળકો અને ડાયાલિસિસ ના દર્દીઓને નિઃશુલ્ક પણે આપવામાં આવનાર છે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા વડાલી તાલુકાની વિવિધ કચેરીઓ તથા બેંકો તથા સહકારી સંસ્થાઓ માં રૂબરૂ જઈ રક્તદાન સૌથી વધારે થાય તેનું આયોજન કરવામાં આવ્યું વડાલી તાલુકાની તમામ સંસ્થાઓમાં તેમના વડાશ્રીને આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું વડાલી તાલુકા માંથી 500 બોટલ બ્લડ એકઠું થાય તે માટે સંકલન સમિતિ દ્વારા આજરોજ પ્રયત્ન કરવામાં આવ્યો   

સંકલન સમિતિના અધ્યક્ષ દક્ષાબેન ના અધ્યક્ષ સ્થાને કાર્ય કરવામાં આવ્યું

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores