સરકારશ્રીના સર્ટિફિકેટો ભલે મને મળે એ આનંદની વાત છે. ગૌરવ છે. પણ આ આખુ જીવન સંગીતના રંગમાં રંગાઈ સંગીતની સેવા કરવી છે. – કમલેશ બથીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાના (B.Ed. In Music) કમલેશભાઈ આર. બથીયા જેઓ ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયા શહેરની નવગુજરાત સંગીત વિદ્યાપીઠમાં અધ્યક્ષશ્રી તરીકે ફરજ બજાવે છે. પત્રકાર સાથેની વાતચીતમાં કમલેશભાઈ એ વધુ વિગત જણાવતાં કે સંગીતના સાત સુરો માંથી જો એકાદ સુર પણ મારો સાચો લાગી જાય ને તો આ જીવન ને ધન્ય બનાવી જાવું છે. સંગીતના ક્ષેત્રમાં આવનાર સમયના અવકાશ માટે એક નાનકડો દીપ જલાવી જાવું છે. સરકારશ્રીના સર્ટિફિકેટો ભલે મને મળે એ આનંદની વાત છે. પણ આ આખુ જીવન સંગીતના રંગમાં રંગાઈ સંગીતની સેવા કરવી છે. અને એક દિવસ આમ તબલા વગાડતા – વગાડતા આ દુનિયાને છોડી જાવી છે. અને છેલ્લે લોકો કહે છે. સંગીત ભગવાનનું બિજું સ્વરૂપ છે. જો એવું જ હોય ને તો એ ઈશ્વરના સ્વરૂપ ને શોધવા માટે મારે સ્વર્ગ સુધી જાવું છે. ભાટીયા – નવગુજરાત સંગીત વિદ્યાપીઠ – ભાટીયા નો મુખ્ય હેતું (Indian Classical Music) ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસારનો છે.







Total Users : 151836
Views Today : 