ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી એમ એસ સંઘવી વિધાલયમાં 5 શિક્ષકો ની ઘટ વિદ્યાર્થીઓ નુ ભાવી અંધકાર મા વાલીઓ ચિંતિત આતો ખોટું કહેવાય હો
ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી એમ એસ સંઘવી વિધાલયમાં શિક્ષકો ની ઘટ ને કારણે અભ્યાસ કરતા બાળકો ના ભાવી ઉપર વિપરીત અસર પડી છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત તથા ગુજરાતી વિષય ના શિક્ષકો ની બદલી થતાં હાલ આ વિષય ના શિક્ષકો ની ઘટ છે ત્યારે બાળકો ના અભ્યાસ પર અસર પડી છે હાલ આ વિષય ના શિક્ષકો ની બદલી થતાં હાલ ના સેવારત શિક્ષકો દ્રારા તનતોડ મહેનત કરી બાળકો ને અભ્યાસ કરાવી રહ્યા છે ટોટલ 12 શિક્ષક ના સેટપ વચ્ચે હાલ 7 શિક્ષકો થી કામ ચલાવે છે ત્યારે સ્થાનિક નેતાઓ આગેવાનો અને હોદેદારો એ શ્રી એમ એસ સંઘવી વિધાલયમાં શિક્ષકો ની ઘટ બાબતે સરકાર મા રજુઆત કરવી જોઈએ એવી ચર્ચા વાલીઓ દ્રારા ચાલી રહી છે પરંતુ સ્થાનિક હોદેદારો ને શિક્ષકો ની ઘટ બાબતે કોઈ રજુઆત કરવા ની દરકાર નથી જેથી વાલીઓ મા પણ રોષ જોવા મળી રહ્યો છે હવે વિદ્યાર્થીઓ ના મુખ્ય વિષયો ના શિક્ષકો ની ઘટ ને કારણે ભાવી અંધકારમય ના બંને અને વહેલી તકે શિક્ષકો ની નિમણૂક થાય એવું વાલીઓ ઇચ્છી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના