તા. ૧૮ /૯ વિશ્વ બાંબૂ ( વાંસ ) દિવસ તરીકે ઉજવવામાં આવેછે , તે નિમિત્તે હું અને રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ ઝેબલીયા મુંબઈ ગયા હતા
મહારાષ્ટ્રના ખૂબ જૂના ખેડૂત આગેવાન પાસા પટેલ વાંસની ખેતી અંગે જાગૃતિ લાવવા છેલ્લા દશ વર્ષથી કામ કરે છે,
પૂરા દિવસના સેમિનારમાં રાજ્યના મા. મુખ્યમંત્રી અને ત્રણ મંત્રીઓ હાજર રહી માર્ગદર્શન આપ્યુ હતુ .
આગામી થોડા દિવસોમાં બાંબૂ ફાર્મીંગ પોલીસી બહાર પાડવા અંગેના સંકેત મા. દેવેંદ્ર ફડનવીસે આપ્યા હતા.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કાંઈપણ ન પાકી શકે તેવી જમીનમાં વાંસની ખેતી થઈ શકે અને ત્રીજા વર્ષથી કાપીને લોખંડ કરતાં ટકાઉ અને મજબૂત ફરનીચર , બારી બારણા , થઈ શકે . નવી બનેલી લોકસભાનું ફલોર વાંસનું બનાવવામાં આવ્યું છે, બનાવનાર જાતે હાજર હતા .
હાલમાં મહારાષ્ટ્ર સરકાર હેક્ટર દીઠ ત્રણ વર્ષમાં એકવાર રૂ. સાત લાખની મદદ કરે છે.
નિષ્ણાતો સાથેની મીટીંગમા ઘણી ઉપયોગી વિગતો મળી ,
મારા પ્રવચનમા મેં રાજ્ય સરકાર અને મારા મિત્ર પાસા પચેલને ખેડૂત હિતલક્ષી કામ માટે અભિનંદન આપ્યા હતા
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891