>
Monday, October 13, 2025

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્મા ખાતે ખેડૂતોએ વડાપ્રધાનશ્રીના પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્મા ખાતે ખેડૂતોએ વડાપ્રધાનશ્રીના પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું

રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરીસર, પૂસા, ન્યુ દિલ્હી ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના તેમજ અન્ય કૃષિ સંલગ્ન યોજનાઓના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાબરકાંઠા જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્મા ખાતે ૨૭૫ જેટલા ખેડૂતોએ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્માના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. જે. મિસ્ત્રીએ પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન વૈજ્ઞાનિક (બાગાયત) ડૉ. એસ. કે. આચાર્ય, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) ડૉ. બી. સી. પટેલ, અને વૈજ્ઞાનિક (વિસ્તરણ) ડૉ. દિનેશ ડી. ચૌધરીએ ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી, બાગાયતી તેમજ કઠોળ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તથા વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ નગર પાલિકા પ્રમુખ ડૉ. પ્રિયંકાબેન કે. ખરાડી,પદાધિકારીશ્રીઓ, પોલીટેકનીક અને ઓ.એફ.આર., યોજના ખેડબ્રહ્માના અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

 

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores