બેંકીંગ, અમરેલી….
રાજુલા…….
રાજુલામાં એક નામાંકિત ખાનગી હોસ્પિટલ દ્વારા ખુલ્લે આમ કરાયું વૃક્ષનું કટીંગ……..
રાજુલા શહેરના હિંડોરણા રોડ પર નવનિર્મિત બની રહેલ નામાંકિત સ્પર્શ હોસ્પિટલ દ્વારા અંરડુસો નામના વૃક્ષની ડાળીઓનુ કટીંગ કરાયું ……
જીસીબી મારફતે વૃક્ષની ડાળીઓનુ કટીંગ કરાતા અનેક સવાલ ઉઠ્યા…….
નગરપાલિકા કે વન વિભાગની મંજૂરી લેવામાં નથી આવી……..
પોતાની મનમાની થી અરડુસાના વૃક્ષની ડાળીઓનુ કટીંગ કરવામાં આવ્યું……
અગાઉ પણ આજ સ્પર્શ હોસ્પિટલ દ્વારા વૃક્ષનું કટીંગ કરવામાં આવ્યું હતું…….
શું આ બાબતે જવાબદાર તંત્ર હોસ્પિટલ સામે કાર્યવાહી કરશે ખરા તેવા સવાલ ઉઠ્યા છે……..
એક તરફ સરકાર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અને ઠેર ઠેર વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે……
પરંતુ રાજુલામાં આ હોસ્પિટલ દ્વારા વૃક્ષની ડાળીઓનુ કટીંગ કરવું કેટલું યોગ્ય ગણાય……
આ બાબતે જવાબદાર હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી….
રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ