વડાલી તાલુકાના વાસણા ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
કાર્યક્રમ દરમિયાન સૌ કોઈએ ભારત વિકાસ શપથ લીધા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં ‘વિકાસ સપ્તાહ’ની શરૂઆત થઈ છે.
આ ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠાના વડાલી તાલુકાના વાસણા ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસ રથ વાસણા પહોંચતા ગ્રામજનો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને વિવિધ લાભો નું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાસણા ખાતેના વિકાસ સપ્તાહ કાર્યક્રમ દરમિયાન સૌ કોઈએ ભારત વિકાસ શપથ લીધા હતા અને વિકસિત ભારતની અંગેની ફિલ્મ નિહાળી હતી. આ સાથે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોને વધુને વધુ વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમા અગ્રણીશ્રી કનુભાઈ, અગ્રણીશ્રી કાંતિભાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી સહિત વિવિધ મહાનુભાવો, અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891