વડાલી પોલીસે દેશી દારૂ ના 70 હજાર ના મુદ્દા માલ સાથે બે આરોપીઓને પકડી પાડ્યા
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ડો. પાર્થ રાજ સિંહ ગોહિલ સાહેબ તથા ઇડર વિભાગીય પોલીસ અધિકારીશ્રી સ્મિત ગોહિલ સાહેબ ના ઓ એ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્ત નાબૂદ કરવા અસરકારક કામગીરી માટે સૂચના આપેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયા તથા પોલીસ સ્ટાફના માણસો સતત તપાસમાં હતા
તારીખ 14/ 10/ 2025 ના રોજ વડાલી પોલીસ સ્ટાફના માણસો દિવાળી તહેવાર નિમિત્તે મેધ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાતમી મળી કે બે ઈસમો પલ્સર મોટરસાયકલ ઉપર સાઈડમાં કંતાનના કોથળામાં દેશી દારૂ આંતરિક ગામેથી લઈ કરૂંડા ગામ તરફથી મેઘ ગામ તરફ આવી રહ્યા છે જે આધારે પોલીસ સ્ટાફના માણસો મેઘ ગામ નજીક રોડ ઉપર નાકાબંધી કરી મોટરસાયકલની વોચમાં ઊભા હતા તે દરમિયાન એક મોટરસાયકલ આવતા જેને ઊભી રાખવાનો પ્રયત્ન કરતા મોટરસાયકલ ચાલકે પોતાનું મોટરસાયકલ લઇ ભાગવાનો પ્રયત્ન કરતા મોટરસાયકલ ચાલક ઈસમ તથા પાછળ બેઠેલ બંને ઈસમોને પકડી પાડી તથા મોટરસાયકલની સાઈડમાં કંતાનનો કોથળા લટકાવેલ હોય અને કંતાનના કોથળામાં ચેક કરતા પ્લાસ્ટિકની થેલીઓમાં પ્રવાહી ભરેલ હોય જે એક થેલીમાં આશરે દેશી દારૂ 3 લિટર કુલ પ્લાસ્ટિકની થેલીઓ 84 નંગ તેમાં કુલ દેશી દારૂ ૨૫૨ લિટર જેની કુલ કિંમત ₹50,400 નો પ્રોહી મુદ્દા માલ તથા બજાજ કંપનીની pulsar મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ 09 DD 5287 ની કિંમત 20,000 ગણી કુલ ૭૦,૪૦૦ નો મુદ્દા માલ કબજે કરી બે આરોપીઓ 1.વનરાજભાઈ ઈશ્વરભાઈ કડવાજી ભગોરા 2. નરેશભાઈ ઇશ્વરભાઇ રત્નાજી ભગોરા બંને રહે આંતરી તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા ને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891