પહેલાં દિવાળી કેવી હોતી?… ગામડા માં દિવાળી નજીક હોય એટલે સૌપ્રથમ તો મકાન ને ગારમાટી કરી ને નવું કરીદે ખડી પલાળી ને કલર કરે બહેનો જાતે બનાવેલ તોરણ અને ટોડલા બાધે આંગણું આખું ભરગોળા કરી અને શેરી ના બાળકો ને બોલાવી ને ખુંદાવે આખું મકાન નવું નકોર કરે.
અભરાઇ પરથી વાસણો ઉતારી ને સફાઇ કરે એમાય પાછાં તાંબા પિત્તળ ના વાસણો હોય એટલે એને ઉજળાં કરવા બાવળ ના લીલા પૈડીયા લાવે અને એના થી ઘસે એટલે વાસણો સોના જેવા ચમકે.અને પછી એ વાસણો ને ઘરમાં ગોઠવતાં બે દિવસ થાય થાળીયો ની લાઇન કરે એના પછી વાટકા મુકે અને પછી ગ્લાસ અને એના પર વાટકી ચમચી એમ વ્યવસ્થીત ગોઠવે બેડાં ની ઉતરબેડ ગોઠવે આખું ઘર લાડી ની જેમ સજાવે.
ગામમાં થી કોઈ બાઇ ને લાવી ને નવો ચુલો નખાવે ચુલો બનાવતા પણ કોક ને ફાવતું એ પણ મસ્ત ડીઝાઇન વાળો ચુલો બનાવે પહેલાં દિવાળી આવે એટલે બધા ને ખુબ ઉત્સાહ હોતો
આજે ધીરે ધીરે આપણા હિંદુ તહેવારો વીસરાતા જાય છે અને ધર્મ પણ વિસરાતો જાય છે અત્યારે હિન્દુઓમાં જેટલો ઉત્સાહ નાતાલ માં જોવા મળે છે એટલો દિવાળી જેવા તહેવારો માં નથી જોવા મળતો
જે હિન્દુ ઓ આપણા હિન્દુ નવા વર્ષ કારતકી એકમ રામ રામ કરવા બહાર નથી નીકળ તા એ જ હિન્દુ ઓ ન્યુ યર નીરાતે મદીરા પાન કરીને નાચતા હોય છે
અમારે ગામડામાં આજે પણ દિવાળીનો ઉત્સાહ ખુબ હોય જેની તૈયારી ઓ પુર્વ કરીએ છીએ અને પડવા ને દિવસે રામ રામ કરી અને વહેલી સવારે ઉગતા સૂર્ય એ નવું વરહ મનાવીએ છીએ…👉 રીપોટર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ થરાદ