સાબરકાંઠાની દિયોલી હાઈસ્કૂલના શિક્ષક સંદીપ પટેલને રાષ્ટ્રીય કક્ષાનો “નેક્સ્ટ વિઝનરી સાયન્સ ટીચર એવોર્ડ” આપવામાં આવ્યો.
બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર આયોજીત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નેશનલ એજ્યુકેશન કોન્ફ્રન્સ અને એવોર્ડ કાર્યક્રમ બાલરક્ષક પ્રતિષ્ઠાનના અધ્યક્ષ શ્રી મનોજ ચિંચોરે, સચિવ શ્રી નરેશ વાઘ તેમજ સમગ્ર ગુજરાત કોર ટીમ દ્વારા તારીખ 12/10/25ના રોજ વડોદરામાં વાણિજ્ય ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. તેમાં વિવિધ રાજ્યના અને જિલ્લાના નવાચારી શિક્ષક ભાઈ બહેનો હાજર રહ્યા હતા. અતિથી તરીકે આદરણીય શ્રી ડૉ.જયપ્રકાશ સોની (વડોદરા શહેર ભાજપ પ્રમુખ ) પ્રોફેસર રમેશચંદ્ર કોઠારી. (વીર નર્મદ યુનિવર્સિટી સુરત) આદરણીય શ્રી પુલકીતભાઈ જોશી (નાયબ સચિવ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ),શ્રી તુષારભાઈ મહેતા, સચિવશ્રી એજ્યુકેશન, ગાંધીનગર, શ્રી મહેશભાઈ પાંડે (જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વડોદરા) પ્રોફેસર ડોક્ટર જનકસિંઘ મીના (DGTPS, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત. કુંઢેલા, વડોદરા) શ્રી નૈષધભાઈ મકવાણા (નિવૃત જિલ્લા શિક્ષણ અધિકારી) શ્રી સનતભાઈ પંડ્યા (ફોક સિંગર) કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોની ઉપસ્થિતમાં છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, કર્ણાટક અને ગુજરાતના શિક્ષકોનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધતામાં એકતાના દર્શન આ બાલ રક્ષક પ્રતિષ્ઠાના મંચ પર થયા હતા. તમામ કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન શ્રી ધર્મેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, બેસ્ટ પ્રિન્સિપાલ એવોર્ડ, પી.એચ.ડી એવોર્ડ, નેક્સ્ટ વિઝનરી સાયન્સ ટીચર એવોર્ડ, બેસ્ટ ક્રિએટિવ ટીચર એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકાની શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીના વિજ્ઞાન શિક્ષક અને જાણીતા કવિ શ્રી સંદીપ પટેલ”કસક”ને નેશનલ કક્ષાનો નેક્સ્ટ વિઝન સાયન્સ ટીચર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમના દ્વારા કરવામાં આવેલી શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક, પર્યાવરણ લક્ષી પ્રવૃતિઓ તથા વિધાર્થીઓના સર્વાંગીણ વિકાસના કાર્યની નોંધ લઈને આ એવોર્ડ એનાયત થયો હતો. શિક્ષકશ્રીને નેશનલ કક્ષાનો પારિતોષિક મળવા બદલ શાળા પરિવાર દ્વારા અઢળક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891