ઈડરના વિપુલકુમાર લોન વાલા એ દિવાળીની અનોખી ઉજવણી કરી
વિપુલકુમાર લોનવાલાએ 25 જરૂરિયાતમંદ બાળકોને કપડા બુટ ચપ્પલ ફટાકડા આપીને દિવાળીની ઉજવણી કરી હતી
ઈડરના સેવાભાવી યુવાન વિપુલભાઈ, જે ‘લોનવાલા’ તરીકે જાણીતા છે, તેમણે દિવાળી પૂર્વે એક ઉમદા કાર્ય કર્યું છે. તેમણે ગઈકાલે રાત્રે શહેરના 25 જેટલા જરૂરિયાતમંદ બાળકોને એકત્રિત કરીને તેમને મનપસંદ કપડાં, બુટ અને ફટાકડાની ખરીદી કરાવી આપી હતી. આનાથી બાળકોના ચહેરા પર અનેરો આનંદ છવાઈ ગયો હતો.વિપુલભાઈ પોતાની કારમાં આ બાળકોને ઈડર શહેરના એક જાણીતા ચિલ્ડ્રન વેરના શોરૂમમાં લઈ ગયા હતા.
ત્યાં દરેક બાળકને પોતાની પસંદગીના કપડાં અને બુટ-ચપ્પલ ખરીદી આપ્યા હતા. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને, તેમણે બાળકોને ફટાકડા પણ અપાવ્યા, જેથી તેમની તહેવાર ઉજવવાની ઈચ્છા પૂરી થઈ શકે. સામાન્ય રીતે, આર્થિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવાને કારણે ઘણા બાળકો દિવાળીના તહેવાર પર નવા કપડાં કે ફટાકડા ફોડવાની ખુશીથી વંચિત રહી જાય છે.
બાળકોની કપડા અને ફટાકડા મળવાથી તેમના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891