>
Monday, October 20, 2025

શ્રદ્ધાનું પ્રતીક એટલે અડદિયા હનુમાન ઉમેદગઢ નું મંદિર…

શ્રદ્ધાનું પ્રતીક એટલે અડદિયા હનુમાન ઉમેદગઢ નું મંદિર…

 

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદગઢ ગામ માં આવેલ પૌરાણિક હનુમાનજી દાદાના મંદિર માં અડદમાંથી બનાવેલ હનુમાન દાદાની મૂર્તિ છે જેથી અડદિયા હનુમાનદાદા થી ઓળખાય છે આ મંદિરે કાળી ચૌદસના દિવસે રાત્રે 8:30 કલાકે ભવ્યાથી ભવ્ય આરતી થાળ અને હનુમાન ચાલીસા નો કાર્યક્રમ યોજાય છે જેમાં કેટલાય વર્ષોથી ગામના જે હરિભક્તો ધંધાર્થે અથવા નોકરી અર્થે બહાર રહે છે તે તમામ આજની આરતી નો લાભ લેવા માટે ઉત્સુક હોય છે અને ગમે તે સંજોગોમાં પણ આરતી દરમિયાન દાદા ના મંદિરે પહોંચવા પ્રયત્ન કરે છે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને વડીલો ની હાજરીમાં દાદા ની ભવ્ય આરતી થાય છે વળી હનુમાન દાદાની આ મૂર્તિ એટલી બધી પ્રતાપી છે કે કોઈ સગર્ભાબેન આ ગામના ઝાંપેથી નીકળે તો જ્યારે તેનું બાળક થોડું મોટું થાય ત્યારે એને દાદા ના અડદના વડા બનાવી દાદાની બાધા માનતા પૂરી કરવા અવશ્ય આવે છે. ચાલુ વર્ષની કાળી ચૌદસના દિવસે આરતી ભવ્યાતીભવ્ય નજારો હતો. જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા ના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે સૌ ભાવિક ભક્તોની અડદિયા હનુમાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાને વંદન કર્યા હતા. અને દાદાના આશીર્વાદ લીધા હતા.

 

બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores