>
Sunday, October 26, 2025

ખેડબ્રહ્મા પોલીસે મોટરસાયકલ ચોરીના ગુન્હા નો ભેદ ઉકેલીને આરોપીને પકડી પાડ્યો 

ખેડબ્રહ્મા પોલીસે મોટરસાયકલ ચોરીના ગુન્હા નો ભેદ ઉકેલીને આરોપીને પકડી પાડ્યો

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ દ્વારા મિલકત સંબંધી ચોરીઓના બનાવો સંબંધે સુચના આપેલ હતી જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી એન સાધુ અને સર્વેલન્સ ટીમને તે દિશામાં તપાસમાં હતા અને આવા ઈસમોને પકડવા માટે સૂચના કરેલ હતી

જે આધારે સર્વેન્સ ટીમના માણસો ખેડવા વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.કો.પ્રદિપસિંહ તથા પો.કો.કલ્પેશકુમાર ની બાતમી મળી કે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની મોટર સાયકલ લઇ કોટડા તરફથી આવી રહ્યો છે જે બાતમીને આધારે ખેડવાચક પોસ્ટ ખાતે તપાસમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ આવતા શંકાસ્પદ ઈસમને મોટરસાયકલ સાથે પકડી ચાલકનું નામ સરનામું પૂછતા પોતે પોતાનું નામ મિથુનકુમાર ચંદુભાઈ રહે. ઉપલી સુબરી તાલુકો. કોટડા છાવણી જીલ્લો. ઉદેપુર (રાજસ્થાન) હોવાનું જણાવ્યું જેથી ઈસમ પાસેની મોટરસાયકલ ના આધાર પુરાવા તેમ જ ઓળખના પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતો હોય અને સંતોષકારક જવાબ આપતો ન હોય મોટરસાયકલ જોતા હીરો કંપનીનું splendor plus i3s મોટરસાયકલ હોય જેનો ચેચીસ નંબર આધારે રજીસ્ટ્રેશન નંબર ટેકનિકલ સોર્સ આધારિત ચેક કરતા GJ 34 R 7341 જેનો એન્જિન નંબર HA11F6SHF94849 જેનો ચેચીસ નંબર MBLHAW479SHFC0971 હોવાનું જણાવેલ અને આ બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે લાવી પંચો દ્વારા યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા જણાવેલ કે મોટરસાયકલ એક માસ અગાઉ તેને ખેડબ્રહ્મા માતાજી મંદિરના પાર્કિંગ માંથી ચોરી કરેલા નું જણાવેલ હોય અને મોટર સાયકલના ખાનામાં એક મોબાઈલ પણ હોય જે ફોન પણ રજૂ કરતો હોય જે બાબતે પોકેટ કોપ એપ્લિકેશન તથા ICGS પોર્ટલ મારફતે ચેક કરતા મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ 34 R 7341 બાબતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સહિતા કલમ 303 (2) મુજબનું તારીખ 23-09-2025 ના રોજ ગુનો દાખલ થયેલ હોય જે મોટરસાયકલ ની કિંમત 40,000 ની ઘણી કબ્જે કરી જે અનડિટેકટ મોટરસાયકલ ના ગુન્હાનો આરોપી તથા મુદ્દા માલ સાથે રિકવર કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નો અનડીટેક્ટ મોટરસાયકલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી મિલકત સંબંધિત ગુન્હાનો ભેદ ખેડબ્રહ્મા પોલીસે ઉકેલી ને સફળતા મેળવી હતી

 

પકડાયેલ આરોપી..

 

મિથુન કુમાર ચંદુભાઈ બુબડીયા ઉંમર વર્ષ. 20 રહે ઉપલી સુબરી તાલુકો. કોટડા છાવણી જિલ્લો. ઉદેપુર (રાજસ્થાન) ને 40,000 ના મુદ્દા માલ સાથે ખેડબ્રહ્મા પોલીસે પકડી પાડ્યો

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores