ઉના તાલુકાના માણેકપુર ગામ મા ગટર ના અભાવે વરસાદ ના પાણી લોકો ના ઘર માં ઘુસી ગયા
ઉના તાલુકાના માણેકપુર ગામ એ કમોસમી વરસાદ થી એક બાજુ ખેડૂતો ને માર પડ્યો છે તો આ વરસાદ એ ગામ ની ભાલિયા શેરી ના ઘરો માં ઘુસી ને લોકો ને તારાજ કરી દિધા છે વાત જાણે એમ છે કે ઉના તાલુકાના માણેકપુર ગામ મા વરસો થી વરસાદી પાણી ના નિકાલ માટે સ્થાનિક લોકો દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને પંચાયત ના પદાધિકારીઓ ને ભાલીયા શેરી માં ભરાતા વરસાદ ના પાણી ના નિકાલ માટે ગટર વ્યવસ્થા કરવા રજૂઆત ઓ કરી છે
અધિકારી ઓ સ્થળ પર આવી ને દર વર્ષે બાંહેધરી આપી જાય છે કે આગામી દિવસોમાં ગટર વ્યવસ્થા કરવામાં આવી જસે પરંતુ આજ દિન સુધી માણેકપુર ગામ ની ભાલીયા શેરી વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ માટે કોઈ ગટર વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે આજરોજ વરસેલા કમોસમી વરસાદ ના પાણી ભાલીયા શેરી ના ઘરો માં ઘુસી ગયા છે અને લોકો ને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિક રહીશો દ્વારા એવી માગ કરવામાં આવી રહી છે કે ઉના તાલુકાના સરકારી બાબુઓ હવે
તો જાગો પાણી ઘર નો ઉંબરો ઓળંગી ગયા તંત્ર અને સ્થાનિક પંચાયત દ્રારા આ ભાલીયા શેરી માં ભરાતા વરસાદ ના પાણી ના નિકાલ માટે વહેલી તકે ગટર વ્યવસ્થા કરે એવી લોકો માગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







