ઉના તાલુકાના માણેકપુર ની પંચાયત ની અણ આવડત નો ઉત્તમ નમૂનો નાણાપંચ ના નાણા ભુગર્ભ ગટર મા વહી ગયા
ઉના તાલુકાના માણેકપુર ગામ એ સ્થાનિક પંચાયત દ્રારા પંદર મા નાણાપંચ ની ગ્રાન્ટ માંથી લાખો રૂપિયા ના ખર્ચે ગામ ના ચોક્કસ વિસ્તારોમાં ભુગર્ભ ગટર નુ કામ લગભગ 15/20 દિવસ પહેલા પુરુ કરવા મા આવેલ આ ગટર ના કામ માં લોટપાણી ને લાકડા કરેલ હોય એવી પોલ આજે થયેલા આ કમોસમી વરસાદ એ ઉઘાડી પડી નાખી છે
કારણકે જાય જ્યાં ગટર બનાવવા મા આવેલ છે એ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે જે કારણે વરસાદી પાણી ગટર મા વહેવા ને બદલે રોડ રસ્તા ઉપર વહેતા થયા હતા આ કારણોસર વરસાદી પાણી ના નિકાલ થય શકેલ નથી અને રસ્તા ઉપર ઠેર ઠેર મસ મોટા ખાડા ઓ પડી ગયા છે અમારા રિપોર્ટર રમેશભાઇ વંશ એ માણેકપુર ગામ ની આજરોજ ચાલુ વરસાદે મુલાકાત લેતા ગટર ના કામ માં થયેલ આંધણ ને કેમેરા માં કેદ કર્યા હતા જે રસ્તા ઓ ચાલવા લાયક કે વાહન ચલાવવા માટે લાયક રહ્યા નથી જે જે વિસ્તારમાં ગટર બનાવવા આવી છે
એ તમામ રસ્તાઓ ભયજનક બન્યા છે ગામ ના નાગરીકો કે માલઢોર કે બાઇક ચાલકોને આ રસ્તે ચાલવું એકંદરે ખુબજ મુશ્કેલ બન્યું છે આમ જનતા ના પરસેવા ના નાણાપંચ ના નાણા ગટર મા વહી જવા પામ્યા છે તંત્ર દ્વારા આ ગટર ના કામ ની ઉચ્ચ કક્ષાએ થી તપાસ કરવા મા આવે એવી લોક માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







