ઉના વિધાનસભા મતવિસ્તાર મા પડેલા કમોસમી ભારે વરસાદ ને કારણે ખેડૂતો ને થયેલા નુકસાનની સામે વળતર ચુકવવા માટે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ કરી માંગ
ઉના વિધાનસભા મતવિસ્તાર ના ઉના તથા ગિર ગઢડા તાલુકાના ખેડૂતો તથા ઉના તાલુકાના સૈયદ રાજપરા તેમજ નવાબંદર ગામ ના માછીમારો ને થયેલા નુકસાનની સામે વળતર ચુકવવા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખીને ખેડૂતો તથા માછીમારો માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરી છે 
ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ પત્ર લખીને સરકાર ને જણાવ્યું છે કે હાલ મા ખેડૂતો એ મગફળી તેમજ સોયાબીન જેવા પાકો ની લણણી ની કામગીરી શરૂ કરી હતી જેમાં આ તૈયાર થયેલ પાકો નષ્ટ થવા પામેલ છે જ્યારે શિયાળુ પાક ઘંઉ ડુંગળી ચણા જેવા પાકો નુ વાવેતર કરેલુ છે એ પણ સંપૂર્ણ પણે કમોસમી વરસાદ ને કારણે નાશ થયેલ છે સાથે સાથે આ કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો એ રાખેલ માલઢોર નો ચારો પણ બગડી ગયો છે આ કારણોસર આ વિસ્તાર ના ખેડૂતો પાયમાલ બન્યા છે એટલે ખાસ આર્થિક પેકેજ જાહેર કરી ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે
વળી ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ મુખ્ય મંત્રી શ્રી નુ ધ્યાન દોરતા એવું પણ જણાવ્યું હતું કે ઉના મતવિસ્તાર ના આર્થિક ધરોહર સમા બે બંદરો સૈયદ રાજપરા તથા નવાબંદર ગામ ના માછીમારો પણ કમોસમી વરસાદ ને કારણે લાખો રૂપિયા ની માછલી સુકવેલી એ પણ નષ્ટ થઇ ગય છે અને લાખો રૂપિયા ખર્ચીને બરફ ડિઝલ લય ને ફિશર પર ગયેલી બોટ ને ફિશીંગ કર્યા વગર દરિયા માંથી કિનારે પરત બોલાવવા માટે ફરજ પડતી હોય જેથી કરીને માછીમારો ને પણ લાખો રૂપિયા ની નુકસાની વેઠવી પડે છે તો આ વિસ્તારમાં આવેલા કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો તથા માછીમારો ને થયેલા આર્થિક નુકસાની નો સર્વે કરાવી ખાસ આર્થિક પેકેજ જાહેર કરી રાહત આપવા મા આવે
આમ ઉના મતવિસ્તાર ના જાગૃત ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ પોતાના વિસ્તારના લોકો માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના






