ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર હવે ખાડા નગર બની ગયું
ઉના પંથકમાં કમોસમી ભારે વરસાદ ને કારણે પારાવાર હાલાકી પડી રહી છે ત્યારે વરસાદ તો ગત રાત થી બંધ થયો છે પરંતુ સાથે સાથે તંત્ર ની પોલ ખુલી થતી જાય છે એવો ઘાટ સર્જાયો છે વાત જાણે એમ છે કે ગયકાલે ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ માટે કોઈ સુવિધા ન હોવાથી ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા
અને સ્થાનિક યુવાનોએ એ વરસતા વરસાદમાં અપના હાથ જગન્નાથ મુજબ વરસાદી પાણી ના નિકાલ માટે મહેનત કરી ગટરો સાફ કરી પાણી ના નિકાલ માટે કમર કસી હતી તેમ છતાં હાલ તારીખ 28/10/2025 ના રોજ અમારા રિપોર્ટર રમેશભાઇ વંશ એ દેલવાડા ગામે શ્યામ નગર વિસ્તારમાં રુબરુ મુલાકાત કરી ત્યારે નરી આંખે જોવા મળેલ વિગત મુજબ શ્યામ નગર વિસ્તારમાં એકેય રોડ રસ્તા ખાડા વગર ના નથી ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે રસ્તા ઓ હાલ પણ પાણી માં ગરકાવ છે લોકો ને ગોઠણડૂબ પાણી મા ચાલવા માટે ફરજ પડી રહી છે રોડ રસ્તા બનાવતા પહેલા કોઈ પણ પ્રકારની લેવલીંગ કરવામાં નથી આવી કે નથી પાણી ના નિકાલ માટે વ્યવસ્થા હવે જો આ વરસાદી પાણી ભરાઇ ગયા છે એનો નિકાલ કરવા મા નહીં આવે તો આગામી દિવસોમાં આ પાણી મા મચ્છર નુ ઉત્પાદન થસે
અને આ વિસ્તારમાં મચ્છર જન્ય રોગચાળો થવા ની શક્યતા ઓ છે હાલ મા દેલવાડા ગામ ના સરપંચ શ્રી રજા ઉપર હોય સરપંચ નો ચાર્જ ઇન્ચાર્જ સરપંચ શ્રી પાસે હોય એની સાથે ટેલીફોનીક વાતચીત કરતા એ પોતે પણ હાલ દેલવાડા ગામે હાજર નથી એવું જણાવ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે આવડુ મોટુ ગામ ધણી ધોરી વગર નુ બન્યું છે સ્થાનિક પંચાયત દ્રારા કરવા ની થતી કામગીરી પણ હાલ કોણ કરસે એ પણ વિચારવા જેવી બાબત છે હવે જોવાનું એ રહ્યું કે શ્યામ નગર વિસ્તાર માંથી ચુંટાયેલા પંચાયત ના સભ્યો પણ મૌન બની ને તમાસો જોઇ રહ્યા છે આ વિસ્તાર ના લોકો વસવસો વ્યકત કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ માટે હવે કયારે અને કોણ કામગીરી કરસે માટે હવે સ્થાનિક પંચાયત ની આંખ ઉઘડે એવું લોકો ઇચ્છી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના (દેલવાડા)







