કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું ત્યારે જન પ્રતિનિધિ ઓ લોકો ની વહારે
ઉના તાલુકા મા પડેલા કમોસમી ભારે વરસાદ ને કારણે ખેડૂતો માછીમારો વગેરે પ્રભાવિત થયા છે ત્યારે ગયકાલે વરસતા વરસાદે ઉના તાલુકાના છેવાડાના ગામ સેજળિયા ના સરપંચ પ્રતિનિધિ શ્રી પાચાભાઇ ભાલિયા એ ગામ ના નિચાણવાળા વિસ્તારોમાં તથા વાડી વિસ્તારમાં વસતા લોકો ની મુલાકાત એ પહોંચી ગયા

હતા અને લોકો ને મદદરૂપ થવા નો પ્રયાસ કર્યો હતો પાચાભાઇ ભાલિયા એ સેજળિયા સિમ વિસ્તારમાં વસતા લોકો કે જેઓ ખડા બંધારા યોજના ના ડેમ સાઇડ આજુબાજુ વસવાટ કરી રહ્યાં છે એવા લોકો ના ખબર અંતર પૂછવા ચાલુ વરસાદે દોડી ગયા હતા અને જનતા ના સાચા પ્રતિનિધિ તરીકે ની ફરજ અદા કરી હતી ગામ થી દુર રહેતા લોકોને આ વરસાદ મા કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની ખાસ તકેદારી લીધી હતી લોકો ના ઘરો અને ઝુંપડા મા જય ને અનાજ પાણી ની વ્યવસ્થા બાબતે પુછપરછ કરી હતી

અને જરુર પડે એટલે તરત જાણ કરવા વિનંતી કરી હતી સાથે સાથે જો સ્થળાંતર ની જરુરીયાત ઉભી થાય તો સાયકલોન સેન્ટર મા વ્યવસ્થા કરી

આપવા મા આવસે એવી હૈયાધારણ આપી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







