ખેડબ્રહ્મા પોલીસે ખેડબ્રહ્મા કોર્ટના સજા વોરંટ ના નાસતા ફરતા આરોપીને પકડી પાડી કોર્ટ હવાલે કર્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાબરકાંઠાના દ્વારા જિલ્લામાં નાસતા ફરતા તથા પેરોલ જમ્પ તથા સજા વોરંટના આરોપીઓ પકડવા માટે સૂચના આપેલ હતી જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી એન સાધુ સાહેબ તેમજ પોલીસ સર્વેલન્સ ટીમ ના માણસો તે દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ને પકડવા માટે સૂચના આપેલ હતી
જે આધારે સર્વેલન્સ ટીમના અ.પો.કો. પ્રદિપસિંહ ને ખાનગી બાતમી મળી કે એ ડી ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ખેડબ્રહ્મા કોર્ટના નેગોસીએબલ ઈસ્ટુમેન્ટ એક્ટ કલમ 138 મુજબના સજા વોરંટ નો આરોપી ભરતભાઈ હસમુખભાઈ રાવલ રહે કૃષ્ણ સ્વીટ માર્ટ પાછળ ખેડબ્રહ્મા તાલુકો ખેડબ્રહ્મા છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો હોય અને ખેડબ્રહ્મા એચ પી પેટ્રોલ પંપ પાસે આવેલ હોય જે વાતની ના આધારે ઈસમને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયો
કામગીરી કરનાર કર્મચારી..
ડી એન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર
અ.હે.કો. ધર્મેન્દ્ર કુમાર નટવરભાઈ
અ.પો.કો. પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ
આ.પો.કો. દિલીપભાઈ રણછોડભાઈ
આ.પો.કો. અક્ષય કુમાર પોપટભાઈ
આ.પો.કો. કલ્પેશકુમાર ગોવિંદભાઈ.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







