દેલવાડા ગામ ના ઇન્ચાર્જ સરપંચ હાજી શબ્બીરશા બાનવા એ વેસ્ટર્ન રેલવેના ઓપરેટિંગ મેનેજર ને કરી રજુઆત
ઉના તાલુકાના દેલવાડા ગામ ના ઇન્ચાર્જ સરપંચ હાજી શબ્બીરશા બાનવા એ સીનીયર ડિવિઝનલ મેનેજમેન્ટ વેસ્ટર્ન રેલવે ભાવનગર ને રજુઆત કરતો પત્ર લખ્યો છે ઇન્ચાર્જ સરપંચ એ પોતાના પત્ર મા જણાવ્યું છે કે દેલવાડા થી જુનાગઢ જે મિટર ગેજ ટ્રેક પર લોકલ ટ્રેન વ્યવહાર ચાલુ છે એમ હાલ ક્યારેય ત્રણ ડબા હોય તો ક્યારેક ચાર ડબ્બા હોય છે બે જીલ્લા ના લોકો ને સગવડતા રુપી આ લોકલ ટ્રેન સસ્તી અને સરળ છે પરંતુ ઓછા ડબ્બા હોવાથી લોકો ને ભારે હાલાકી ભોગવવી પડે છે અને ક્યારેક તો એટલી બધી ગિરદી હોય છે કે લોકો ટ્રેન ની ઉપર બેસી ને જાન ના જોખમે મુસાફરી કરતા હોય છે ત્યારે આગામી દિવસોમાં જુનાગઢ ખાતે ગિરનાર ની પરિક્રમા પણ શરૂ થવાની હોય એટલે આ લોકલ ટ્રેન મા ડબ્બા ની સંખ્યા વધારવી જોઈએ જેથી કરીને લોકોને ટ્રેન ઉપર બેસી ને જાન ના જોખમે મુસાફરી ના કરવી પડે અને કોઈ અકસ્માત ના બને માટે દેલવાડા જુનાગઢ વચ્ચે ચાલતી મિટર ગેજ લોકલ ટ્રેન મા વધારા ના કોચ ડબ્બા આપવા મા આવે એવી માગણી સાથે રજુઆત કરી છે હવે જોવાનું એ રહ્યું કે રેલવે તંત્ર આ ઇન્ચાર્જ સરપંચ ની રજૂઆત સંદર્ભ એ કોચ ડબ્બા વધારસે કે પછી જેસે થે ની સ્થિતિમાં રાખસે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 142799
Views Today : 