ઉના પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ની સાથે સાથે માછીમારો ને થયેલા આર્થિક નુકસાની ના વળતર માટે સૈયદ રાજપરા ગામ ના સરપંચ શ્રી ભરતભાઇ કામલિયા ની સરકાર ને રજુઆત
તાજેતરમાં ઉના પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ના તૈયાર પાક અને શિયાળુ પાક સંપૂર્ણ પણે નષ્ટ થવા પામેલ છે એટલે આ પંથક ના ખેડૂતો ને આર્થિક નુકસાની વેઠવી પડી છે ત્યારે આ વિસ્તારમાં સૈયદ રાજપરા ગામ સિમર દાંડી ખડા સેજળિયા ગામો ખેતી ની સાથે સાથે માછીમાર ના વ્યવસાય સાથે જોડાયેલા હોય આ કમોસમી વરસાદ ના કારણે માછીમારો ને પણ લાખો રૂપિયા ની નુકસાની વેઠવી પડી છે લાખો રૂપિયા ખર્ચીને બોટ મા બરફ ડિઝલ લય ને દરિયા મા ફિશીંગ અર્થે મોલાવેલા હોય પરંતુ કમોસમી વરસાદથી ફિશીંગ કર્યા વગર જ દરીયા માંથી કિનારે પરત બોલાવવા ની ફરજ પડી હોય જેથી આવા બોટ માલીકો ને પણ લાખો રૂપિયા ની આર્થિક નુકસાની વેઠવી પડી છે આમ હાલ ની પરિસ્થિતિ એ આ વિસ્તારમાં ખેડૂતો ની સાથે સાથે માછીમારો ને પણ સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે એવી રજૂઆત સૈયદ રાજપરા ગામ ના સરપંચ શ્રી ભરતભાઇ કામલિયા એ રાજય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ અને મત્ચછોધોગ કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી નેં કરી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 143012
Views Today : 