>
Friday, October 31, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ ગોતરેજ તેડવા નો કાર્યક્રમ યોજાયો 

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ ગોતરેજ તેડવા નો કાર્યક્રમ યોજાયો

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ ગોતિડા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા સ્વરૂપ એ રાધે ક્રિષ્ના ગૌ મંદિર થી અર્વાચીન ઢોલ નગારા બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે દેલવાડા ની મુખ્ય બજારમાં થય કુંભાર શેરી માં ગોતિડા ના યજમાન શ્રી યશ કુમાર શિંગડા દંપતી સહ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કુંભાર શેરી માં પ્રજાપતિ નિવાસ સ્થાને ગોતિડા નુ પુજન કરી વાજતે ગાજતે દેલવાડા ગામ ની મુખ્ય બજારમાં શોભા યાત્રા સ્વરૂપ એ ગોતિડા યાત્રા રાધે ક્રિષ્ના ગૌ મંદિર એ પહોંચી હતી

જ્યાં યજમાન દિનેશભાઇ ડોડિયા દ્રારા ગોતિડા નુ સ્વાગત કર્યું હતું પરંપરાગત રીતે ગોતિડા નુ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગોતરેજ સ્થાપન કરવામાં આવ્યું હતું આ તકે દેલવાડા ગામ ના યુવાનો ભાઇઓ બહેનો એ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી સાથે સાથે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના સેવકો કલ્પેશભાઇ બ્રહ્મભટ્ટ બારોટ મહેશભાઇ બાંભણિયા ચંદ્રેશભાઇ તથા ભાવેશભાઇ દમણિયા હિરેનભાઇ દમણીયા સહિતના કાર્યકર્તા ઓ જહેમત ઉઠાવી રહ્યા છે આ શુભ પ્રસંગે શ્રી રામ જન્મોત્સવમ સમિતિ ના અસવિનભાઇ બાંભણિયા તથા કુમાર ભાઇ બાંભણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના (દેલવાડા)

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores