>
Friday, January 30, 2026

તુલશીશ્યામ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ૫૨ ગજની ધજાનું આરોહણ

તુલશીશ્યામ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ૫૨ ગજની ધજાનું આરોહણ

 

ઊના:નાઘેર પંથક ગીર સોમનાથના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા તુલશીશ્યામ તીર્થ ખાતે ગુરુવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ સવારે ૧૧ વાગ્યે ૫૨ ગજની ધજાનું ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના તમામ વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યુવા આગેવાનો શ્રી શક્તિસિંહ ગોહિલ, માનસિંહજી ગોહિલ, અભયસિંહ ગોહિલ, પ્રતાપસિંહ ગોહિલ સહિત બાબરીયાવાડ અને નાઘેર પંથકના અનેક યુવાનો અને ભક્તગણ જોડાયા હતા.

આ પ્રસંગે યુવા આગેવાનો દ્વારા સમાજને કુરિવાજોથી મુક્ત, વ્યસનમુક્ત બનાવવા અને શૈક્ષણિક વિકાસ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સન્માનપત્ર આપી ભગવાન શ્રી શ્યામ સુંદરજીના આશીર્વાદ લેવામાં આવ્યા હતા.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores