ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ અર્વાચીન પરંપરા મુજબ માતા તુલસીજી નુ મોસાળ પક્ષ માં આગમન 
ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ સવારે 10 વાગ્યે દેલવાડા ગામ ના શ્યામ નગર ખાતે ના સોમેશ્વર મહાદેવ યુવાન મંડળ તથા સમસ્ત શ્યામ નગર એ મોસાળ પક્ષ ની ભુમિકા ભજવી હતી અને મોસાળ પક્ષે કરવા આવતા રિતરીવાજ અનુસાર શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર દેલવાડા ગામે થી માતા તુલસીજી ને વાજતે ગાજતે તેડી જય ને શ્યામ નગર ખાતે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે આગમન કરાવેલ છે
જ્યાં પ્રાચીન પરંપરા મુજબ નવોઢા તરીકે માતાજી ના દર્શન ખુલ્લા મુકવામાં આવેલ છે ત્યાંર બાદ બપોરે 3 વાગ્યે ફરી થી શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર દ્રારા માતાજી ને લેવા આવસે ત્યારે મોસાળું શોભા યાત્રા ના રુપે શ્યામ નગર વિસ્તારમાં ફરસે જેના નગર દર્શન કરાવસે ત્યારબાદ ડિજે ના તાલે શોભા યાત્રા સ્વરૂપ એ શ્યામ નગર ખાતે થી દેલવાડા ગામ ના વિવિધ વિસ્તારોમાં થય ને મોસાળું પરત ગૌશાળા એ પહોચસે 
આમ આજરોજ તુલસી માતાજી નુ આગમન મોસાળ પક્ષ માં થયુ છે આ કાર્યક્રમમાં કિરણભગત દમણીયા સહિતના કાર્યકર્તા ઓએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના (દેલવાડા)







Total Users : 144256
Views Today : 