ચાંદખેડા પોસ્કોના આરોપીને બચાવવા પોલીસે કિશોરીના મેડીકલમાં વિલંબ કર્યો..
શુક્રવાર રાત્રે બનેલ ઘટનામાં પોલીસે કિશોરીને રઝળતી કરી અને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરી વિલંબ કર્યો
અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં શુક્રવારની સમી સાંજે કિશોરીના અપહરણની ઘટના બનવા પામી હતી. જે ઘટનાને લઈને પરિવારે વારંવાર ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા હતા. પરંતુ મંદ ગતિએ કામગીરી કરતી પોલીસે પરિવારજનોની મદદ કરી ના હતી. આખરે શનિવાર વહેલી સવારે અપહરણકારે કિશોરી સાથે દુષ્કર્મ આચરી તેના ઘર પાસે મૂકી ફરાર થઇ ગયો હતો. ફરાર થતા અપહરણકારે પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પરિવારજનો હિંમત રાખી ચાંદખેડા પોલીસ સ્ટેશન પોહચ્યા હતા. જ્યાં ચાંદખેડા પોલીસે શનિવરનો આખો દિવસ કિશોરીને અને તેના પરિવારજનોને પોલીસ સ્ટેશન ખાતે બેસાડી રાખ્યા હતા. કિશોરીને પોલીસ વાનમાં એકલા બેસાડી પોલીસ આરોપીને પકડવા આટાફેરા મારીને સમય પસાર કરતી રહી હતી. અને શનિવાર મોડી રાત્રે કિશોરીને મેડિકલ કરાવવા હોસ્પિટલ લઇ ગઈ હતી. અને રવિવાર હોવાથી કિશોરીનું મેડિકલ થઈ શક્યું ના હતું. જેને લઈને પરિવારજન પોતે સામાન્ય રિક્ષાચાલક હોય પોલીસ આરોપીને બચાવવા સમગ્ર દિવસો પસાર કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891







Total Users : 163949
Views Today : 