>
Tuesday, November 4, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ ધામધૂમથી રંગેચંગે ઉજવાયો 

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ ધામધૂમથી રંગેચંગે ઉજવાયો

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ ખુબજ સુંદર રીતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે આ તુલસી વિવાહ પ્રસંગે સામૈયું પોખણા ગોતિડા પુજન હસ્ત મેળાપ મંગળ ફેરા જવતલ હોમ મોજડી સંતાડવા સહિત ની રસમ પૂરી કરવામાં આવી હતી ઉના તાલુકાના રામપરા ગામે થી રામુ આહિર પરીવાર તથા સમસ્ત રામપરા ગામ ના લોકો દેલવાડા ગામે થી 4 કિલોમીટર દૂર થી પગપાળા ચાલીને ઢોલ નગારા ડિજે ગાયક કલાકાર પ્રિયાબેન શિંગડ ના શુર ના સથવારે દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ખાતે ઠાકોરજી ની મોંઘેરી જાન લય ને આવેલા હતા ત્યારે નેશનલ હાઇવે નંબર 151 ઉના દેલવાડા નવાબંદર રોડ ઉપર આ રામપરા ગામ ના ઠાકોરજી ની જાન નિહાળવા લોકો ઉમટ્યા હતા ત્યારે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન તથા ઉના પોલીસ સ્ટેશન ના સ્ટાફ એ ખુબ સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા જાળવી હતી રામપરા ગામે થી દેલવાડા ગામે શ્રી ઠાકોરજી ની જાન આવી પહોંચતા દેલવાડા ગામ મા આ ઉત્સવ ને લય ને અનેરુ વાતાવરણ સર્જાયું હતું તુલસી વિવાહ પ્રસંગે સામાન્ય રીતે યોજાતા લગ્ન પ્રસંગ મા કરવા મા આવતા તમામ રિત રિવાજ ને નિભાવવા મા આવેલ જેમાં ઠાકોરજી ના સામૈયા વખતે તો દેલવાડા ગામ ની જનતા ઘોડાપૂર જેમાં ઉમટી પડેલ હતી દેલવાડા સંઘવી વિધાલય નુ મેદાન પણ ટુંકુ પડ્યા ના દ્રશ્યો સર્જાયા હતા ઠાકોરજી ના સામૈયા બાદ ગોતિડા પુજન પંકજભાઇ ડોડિયા દ્રારા કરવામાં આવ્યું હતું તો કન્યાદાન અ.સૌ.ભાવનાબેન દિનેશભાઇ વિજાભાઇ ડોડિયા એ કરેલ હતુ ત્યારે મોસાળ પક્ષ માં મામા ની ફરજ પુનાભાઇ તથા નાનજીભાઇ બાબુભાઇ બાંભણિયા એ નિભાવી હતી અને સમસ્ત શ્યામ નગર ના લોકો મોસાળ પક્ષ તરીકે ની ફરજ અદા કરવા ઉમટી પડ્યા હતા ભાઇ પક્ષે તુલસી માતાજી ના જવતલ મહેશભાઇ બાંભણિયા એ હોમ કરીને ભાઇ ની ફરજ અદા કરી હતી આ તકે ઉના પોલીસ સ્ટેશન ના પી.આઇ રાણા સાહેબ એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દેલવાડા ગામ ની જનતા ને ઉદબોધન કર્યું હતું સાથે સાથે ઉના તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઇ બાંભણિયા તથા રાહુલભાઇ બાંભણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ગામ ના વડિલ અને ગુજરાત સરકાર ના નોટરી અધિકારી શ્રી નટવરલાલ બ્રહ્મભટ્ટ બારોટ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું આ તુલસી વિવાહ પ્રસંગે અંદાજીત 10 હજાર કરતાં વધુ લોકો એ ઉપસ્થિત રહી તુલસી વિવાહ પ્રસંગ ને અનેરી રિતે ઉજવ્યો હતો આ શુભ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકો માટે ભીમભાઇ બાંભણિયા દ્રારા ચા પાણી બનાવવા માટે સેવા આપવા મા આવી હતી તો જલારામ કેટરસ ના ધનજીભાઇ ડાભી તથા દેલવાડા ગામ ના પ્રખ્યાત રસોઇઆ શ્રી નિલેશભાઇ બાંભણિયા એ નાસ્તા મા ચંપાકલી ગાંઠિયા અને જલેબી બનાવવા ની સેવા બજાવી હતી ત્યારે નાસ્તા ના કાઉન્ટર પર ઓમકાર મંડપ સર્વિસ ના હસમુખભાઇ દમણિયા એ અનન્ય સેવા બજાવી હતી તથા શ્રી રામ જન્મોત્સવ સમિતિ ના અસવિનભાઇ બાંભણિયા તથા કુમારભાઈ તથા પિયુશભાઇ એ ચા પાણી ના કાઉન્ટર પર મોનીટરીંગ કરી આવેલા મહેમાનોને કોઈ અગવડતા ન પડે એની તકેદારી રાખવી હતી

આ તુલસી વિવાહ પ્રસંગ દેલવાડા ગામ માં પ્રથમ વખત ઉજવાયો હોય જેમાં વિવિધ સમાજ ના લોકો આગેવાનો તથા વિવિધ યુવા મંડળ ગરબી મંડળ ધુન મંડળ દ્રારા પણ અનન્ય સેવા આપવા મા આવી હતી પ્રાચીન પરંપરા મુજબ માતાજી ની વિદાય વખતે પ્રતિકૃતિ રુપે તુલસી માતાજી ની પ્રતિમા તથા તુલસી ક્યારો વિદાય કરવાના આવેલ ત્યારે દેલવાડા ગામ ની બહેનો અને રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના સેવકો ની આંખો માં આંસુ નો ધોધ જોવા મળ્યો હતો આંસુ ભિની આંખે એક દિકરી ને વળાવતા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા ગાડી ના પૈડાં સિંચન બાદ કન્યા ના વળોવિયા તરીકે ડોડિયા બંધુ ઓ ગાડી માં બેસી ને ગામ ના પાદર સુધી વળાવવા માટે ગયા હતા આમ દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ પ્રસંગ ખુબ સારી રીતે ઉજવાયો હતો બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores