>
Tuesday, November 4, 2025

ભાવનગર : ઘોઘાના કુકડ ગામે જમીન પચાવી પાડનાર નરેન્દ્રસિંહ-અર્જુનસિંહ ગોહિલ સામે લેન્ડગ્રેબિંગનો ગુન્હો નોંધાયો…….

ભાવનગર : ઘોઘાના કુકડ ગામે જમીન પચાવી પાડનાર નરેન્દ્રસિંહ-અર્જુનસિંહ ગોહિલ સામે લેન્ડગ્રેબિંગનો ગુન્હો નોંધાયો…….

 

બન્ને ભાઈઓએ વારસાઈ વાળી ૪૨ વીઘાની જમીન પચાવી પાડી,

 

ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામે જમીન પચાવી પાડવાની ધટના સામે આવી છે. આ ઘટનામાં બે શખ્સો ગેરકાયદે રીતે જમીન પર કબજો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ભાવનગરના ઘોઘાના કુકડ ગામના વતની હાલ પોતાના સાસરે રહેતા દુર્ગાબા યુવરાજસિંહ રાઠોડ જેઓ મોરબી ખાતે રહે છે. અને તેમના માતા પ્રસન્નબા દેવેન્દ્રસિહ ગોહિલ અને ફઈબા નિર્મળકુવરબા ચંદુભા વાઢેરના સંયુક્ત રીતે

વારસાઈ વાળી ૪૨ વીઘા જમીન તેના જ ગામના બે શખ્સોએ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી હતી. ગેરકાયદેસર જમીન પર કબ્જો કરતા અવારનવાર જમીન ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ જમીન પરથી કબ્જો ખાલી ન કરતા આખરે કલેકટર કચેરી ધ્વાર ખખડાવામા આવ્યા હતાં. અને તારીખ ૨૯-૦૭-૨૦૨૫ ના રોજ ભાવનગર કલેક્ટમાં ઓનલાઇન અરજી કરવામાં આવેલ હતી. જે બાદ કલેક્ટર દ્વારા અરજીના આધારે સંઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

અને જિલ્લા કલેકટરે દસ્તાવેજ અને પુરાવાઓના અને ઓનલાઈન અરજીના આધારે કરતા બંને શખ્સો વિરુદ્ધ જમીન પચાવી પાડવાનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તારીખ ૧૩-૧૦-૨૦૨૫ ના કલેકટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. કલેકટર દ્વારા થયેલ તપાસમાં ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડેલ હોવાનું ફલિત થયેલ હતુ. જેમાં જમીન પચાવી પાડનાર નરેન્દ્રસિંહ ઉર્ફે બકુલ સુખદેવસિંહ ગોહિલ તથા અર્જુનસિંહ સુખદેવસિંહ ગોહિલ દ્વારા જમીનનો કબજો ખાલી ન કરતા જેથી આ બન્ને શખ્સોના વિરૂધ્ધમાં લેન્ડગ્રેબિંગ (ગુજરાત જમીન પચાવી પાડનાર) અધિનિયમ-૨૦૨૦ હેઠળ ઘોઘા પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઈ છે. હાલ પોતાના સાસરે મોરબી રહેતા દુર્ગાબા યુવરાજસિંહ રાઠોડ કે જેમના દાદા સતુભા ધિરૂભા ગોહિલ, પિતા દેવેન્દ્રસિહ સતુભા ગોહિલ,

મોટાબાપુ નિર્મલસિહ સતુભા ગોહિલ, ભાઈનું અવસાન થતાં, પોતાની જમીનના વારસદાર તરીકે દુર્ગાબા તેમના માતા પ્રસન્નબા દેવેન્દ્રસિહ ગોહિલ(રહે.કુકડ ) અને દુર્ગાબાના ફઈબા નિર્મળકુવરબા ચંદુભા વાઢેર કે હાલ જામનગર ખાતે રહે છે. આ ત્રણેય મહિલાઓના સંયુક્ત નામે કુકડની ૪૨ વીઘાની જમીન વારસાઈ છે જેને કુકડ ગામે જ રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે બકુલસિંહ સુખદેવસિંહ ગોહિલ,અર્જુનસિંહ સુખદેવસિંહ ગોહિલ જે બંને (રહે કુકડ)ને અવારનવાર જમીન ખાલી કરવાનું કહેવા છતાં જમીન ખાલી ન કરેલ જેથી દુર્ગાબાએ જિલ્લા કલેકટરને જમીન પચાવી પાડવા વિરુદ્ધની રજૂઆત કરતા બંને શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે….

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores