કમોસમી વરસાદ થી ખેતીને નુકસાન થતાં વિજયનગર તાલુકા દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું…
ચાલુ વર્ષે સતત પાંચમા મહિનામાં અને દેવ દિવાળી આવવા છતાં વરસાદ બંધ થતો નથી ત્યારે કમોસમી વરસાદથી વિજયનગર તાલુકાના મગફળી અડદ સોયાબીન વગેરે પાકોમાં ગઈ રાત સુધી સતત વરસાદથી ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો જુટવાઈ ગયો છે ખેડૂતોને દિવાળી બાદ પોતાના સામાજીક પ્રસંગો જેવા કે લગ્ન ચાંદલા જીયારા વગેરે ગોઠવતા હોય છે અને રોકડો પાક હાથમાં આવવાની જગ્યાએ સતત વરસાદ ચાલુ રહેવાથી તમામ ખેતી પાક અને ઘાસચારો સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે જે અંગે આજરોજ વિજયનગર મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવા પૂર્વ પ્રમુખશ્રી જયંતીભાઈ પ્રમુખશ્રી ડાયાભાઈ અને દિલીપભાઈ અને જશુભાઈ તેમજ કાર્યકર ટીમ ઉપસ્થિત રહી પાઠવેલું હતું
અને સતત વરસાદથી આ વિસ્તારમાં વહેલી પાકતી જાત બટાકાની વાવેલ છે તે પણ નિષ્ફળ જવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપેલી છે જેથી કુદરત આગળ કોઈનું ચાલતું નથી પરંતુ આવેદનપત્ર પાઠવી આ વિસ્તારમાં સરકારશ્રી દ્વારા કઈ ખેડૂતોને મદદરૂપ થાય તેવું સમગ્ર ખેડૂત સમાજમાં લાગણી પ્રવૃત્તિ રહેલ છે આમ ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર ગુજરાત ભરમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145295
Views Today : 