*”સમાજની સમરસતાનું ઉતમ ઉદાહરણ એટલે સમૂહલગ્નો”*

આજરોજ *ઉના માર્કેટિંગ યાર્ડમાં* *શ્રી મારું કુંભાર જ્ઞાતિ ટ્રસ્ટ-ઉના* દ્વારા આયોજીત *33 માં સમૂહ લગ્ન* સમારોહમાં *ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ઉપસ્થિત રહ્યા હતા.
આયોજકો દ્વારા *ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* નું ફુલહાર તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ સમૂહલગ્ન સમારોહમાં *ઉનાના ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહ્યા. અને પ્રભુતામાં પગલાં પાડતા “૧૫ નવદંપતીઓને” સુખમય-મંગલમય જીવનના આશીર્વાદ આપ્યા હતા.*
તેમજ આ ઉમદા સામાજીક પરંપરાને *ધારાસભ્યશ્રી એ બિરદાવી હતી.* આ સમૂહ લગ્ન સમારોહમાં *ઉનાના ધર્મપ્રેમી ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ તરફથી “૨૧૦૦૦ હજાર” રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યુ હતુ.* આ અવસરે જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાભી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ બાંભણીયા, મારું કુંભાર સમાજના પ્રમુખશ્રી મણીભાઈ નંદવાણા, મારું કુંભાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી બાબુભાઈ માળવી,
તાલુકા પંચાયતના સદસ્યશ્રી વજુભાઈ કીડેચા, ભડિયાદર ગામના સરપંચના પ્રતિનિધિશ્રી અલ્પેશભાઈ ભીલવાળા, જુના ઉગલા ગામના સરપંચના પ્રતિનિધિશ્રી દિવ્યકાંતભાઈ ડાંગોદરા તેમજ દિલાવરભાઈ નંદવાણા, ભાણજીભાઈ કીડેચા, ભગવાનભાઈ ચાંદોરા અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.








Total Users : 145297
Views Today : 