>
Friday, November 7, 2025

ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ના માર્ગદર્શન હેઠળ તેમજ *મતદાર યાદી સુધારણા અભિયાનના વાલી કિરીટભાઈ મોઢવાડીયા* ની વિશેષ ઉપસ્થિતમાં *મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) ૯૩-ઉના વિધાનસભા* ની *કાર્યશાળા* યોજાઈ હતી

આજરોજ *ઉના યોગા કેન્દ્ર* માં *ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ના માર્ગદર્શન હેઠળ તેમજ *મતદાર યાદી સુધારણા અભિયાનના વાલી કિરીટભાઈ મોઢવાડીયા* ની વિશેષ ઉપસ્થિતમાં *મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) ૯૩-ઉના વિધાનસભા* ની *કાર્યશાળા* યોજાઈ હતી. આ કાર્યશાળામાં *ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી* વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી વિડિઓ કોન્ફરન્સમાં જોડાઈને *તમામ બુથ પ્રમુખશ્રીઓ અને BLO-2 ને મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR)* વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. આ કાર્યશાળામાં BLA-1 અને જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી વિશાલભાઈ વોરા, મતદાર યાદી સુધારણા અભિયાનના જીલ્લાના સહ ઈન્ચાર્જશ્રી કાળુભાઈ રૂપાલા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી વિનોદભાઈ બાંભણીયા, ઉના તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ બાંભણીયા, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધર્મેશભાઈ રાખોલીયા, ઉના શહેર ભાજપ પ્રમુખશ્રી મનીષભાઈ કારીયા તેમજ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, સંગઠનના હોદેદારો, બુથ પ્રમુખશ્રીઓ, BLO-2 વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores