>
Friday, November 7, 2025

ઊના તાલુકા પંચાયતમાં પાણીની સુવિધાનો અભાવ: અરજદારો પરેશાન, તંત્રની બેદરકારી!

ઊના તાલુકા પંચાયતમાં પાણીની સુવિધાનો અભાવ: અરજદારો પરેશાન, તંત્રની બેદરકારી!

 

ઊના: ગીર-સોમનાથ જિલ્લાના ઊના તાલુકા પંચાયતની કચેરીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સુવિધાનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે સરકારી કામકાજ માટે આવતા હજારો અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, તાલુકા પંચાયતની ઓફિસમાં અરજદારો માટે હજારો રૂપિયાના ખર્ચે નવું વોટર કૂલર મૂકવામાં આવ્યું છે. જોકે, કમનસીબી એ છે કે આ કૂલરમાં પાણીની સુવિધા જ ઉપલબ્ધ નથી. પરિણામે, મોંઘું વોટર કૂલર માત્ર એક શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે અને અરજદારો તરસ્યા રહેવા મજબૂર છે. તાલુકા પંચાયતની કચેરી ઊના શહેરની બહારના વિસ્તારમાં આવેલી હોવાથી, અરજદારોને પાણીની જરૂર પડે ત્યારે આસપાસમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા શોધવી મુશ્કેલ બની જાય છે. દૂર-દૂરથી આવતા લોકો સરકારી કામકાજ માટે કલાકો સુધી રાહ જોતા હોય છે અને પાણી ન મળવાને કારણે તેમને તરસ્યા રહીને વલખાં મારવા પડે છે. વારંવાર આવી મુશ્કેલીઓ ઊભી થતી હોવાની ફરિયાદો ઉઠી છે.અરજદારોનો આક્ષેપ છે કે તાલુકા પંચાયતના અધિકારીઓની આળસ અને તંત્રની બેદરકારી ના કારણે આ પ્રાથમિક સુવિધાનો અભાવ સર્જાયો છે. પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત પૂરી પાડવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. પાણી વગરના વોટર કૂલરની હાજરી જ તંત્રના આ બેજવાબદાર વલણને છતી કરે છે.તાલુકા પંચાયતમાં કામ માટે આવીએ છીએ અને કલાકો સુધી બેસવું પડે છે. બહારથી પાણી લઈને આવવું પડે કે પછી તરસ્યા રહેવું પડે. હજારોનું કૂલર મૂક્યું છે પણ એમાં પાણી નથી. તંત્રની આ કેવી બેદરકારી?ઊના સિટીની બહાર આવેલી આ કચેરીમાં જ્યારે અરજદારોને પાણી પણ ન મળી શકે, ત્યારે લોકો જાય ક્યાં? આ એક મોટો પ્રશ્ન છે. તંત્રએ તાત્કાલિક આ બાબતે ધ્યાન આપીને વોટર કૂલરમાં નિયમિતપણે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ, જેથી દૂર-દૂરથી આવતા નાગરિકોને હાડમારી ન વેઠવી પડે.સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ અને ઊના તાલુકા પંચાયત કચેરીમાં પાણીની કાયમી અને પૂરતી વ્યવસ્થા ગોઠવે તે આવશ્યક છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores