આજરોજ ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ પ્રસંગ બાદ ગૌશાળા ના ગૌસેવકો દ્રારા કરવામાં આવ્યું સફાઇ અભિયાન
ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય તુલસી વિવાહ પ્રસંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ગૌશાળા સંચાલિત ચબુતરો ગૌશાળા તથા તુલસી વિવાહ પ્રસંગે ઉપયોગ કરવામાં આવેલ મેદાન નુ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
સફાઇ અભિયાન હાથ ધરવામાં આવતા ગૌ સેવકો પિયુષભાઇ ચૌહાણ પરેશ વાજા ભાવેશભાઇ દમણિયા તથા મહેશભાઇ બાંભણિયા દ્રારા ચબુતરો ગૌશાળા ની પાણી ની ટાંકી ઓ અવેડા તથા મેદાન ની સફાઇ કરવામાં આવી હતી 
છેલ્લા એક મહિનાથી તુલસી વિવાહ પ્રસંગ માં ગૌસેવકો લાગેલા હોય જેના કારણે સફાઇ થય શકી નહોતી જેને લય આજે સવારથી આ સેવકો દ્વારા સફાઇ અભિયાન હાથ ધર્યું હતું અને સંપુર્ણ સફાઇ કરવામાં આવી છે એ સરાહનીય કામગીરી કરી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના





Total Users : 146111
Views Today : 