>
Saturday, November 8, 2025

કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને રણછોડદાસજી હોસ્પિટલ સહયોગ દેલવાડા ગામ માં નેત્ર નિદાન યજ્ઞ* માનવ સેવા એજ પ્રભુ સેવા ની પંક્તિને ખરા અર્થ સાર્થક કરી બતાવ્યું.

*કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને રણછોડદાસજી હોસ્પિટલ સહયોગ દેલવાડા ગામ માં નેત્ર નિદાન યજ્ઞ* માનવ સેવા એજ પ્રભુ સેવા ની પંક્તિને ખરા અર્થ સાર્થક કરી બતાવ્યું.

કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ આરોગ્યલક્ષી પ્રવૃતિ અવાર નવાર કરવામાં આવતી હોય છે ત્યારે આજે ફરી વખત દેલવાડા મુકામે વિના મૂલ્ય નેત્ર નિદાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી વિના મૂલ્ય નેત્ર નિદાન કેમ્પ આ કેમ્પમાં દેલવાડા તથા આજુબાજુ થી 120 થી વધારે ગ્રામ્ય વિસ્તાર ના લોકોએ આંખ નું નિદાન કરાવ્યું અને તેમાંથી 22જેટલા દર્દી ને મોતિયા તથા વેલ ના ઓપરેશન કરવા માટે શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે સ્પેશ્યલ વાહન દ્વારા મોકલવામાં આવ્યા ત્યાં જઈને ઓપરેશન કરીને દવા ટીપા ચશ્માં નું વિતરણ કરવામાં આવશે…

આ આરોગ્યલક્ષી કેમ્પ મધ્યમ વર્ગ માટે ચિરંજીવી વરદાન રૂપ છે જેમની આર્થિક પરિસ્થતિ સારી ના ત્યારે મોતિયા નું ઓપરેશન કરાવી શકે તેમ ના હોઈ.ત્યારે તેને અંધત્વ આવી જતો હોય છે પણ માનવતાનું ઉત્તમ કાર્ય કરી લોકોનો અંધત્વ દૂર કરી રોશની આપવાનું કામ કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે…

 

ટ્રસ્ટ ના પ્રમુખશ્રી હરકિશન આઈ.કુબાવત જાણવ્યું કે દેલવાડા તથા આજુ બાજુ ગ્રામ્ય વિસ્તાર માં ટૂંકા સમય ગાળા મા 19 નેત્ર નિદાન કેમ્પ યોજીને 500 દર્દી માટે અંધાપો દૂર કરીને આંખો માં નવી રોશની આપવાનું કામ કર્યું.

જ્યારે આજરોજ 20 મો કેમ્પ યોજાયો હતો જેમાં ટોટલ 96 જેટલા લોકો એ નિદાન કેમ્પ નો લાભ લીધો હતો જે પૈકી 22 દર્દીઓ ને મોતિયા ના ઓપરેશન ની જરૂરિયાત જણાતા દેલવાડા ગામે થી રાજકોટ ખાતે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે ઓપરેશન કરી પરત દેલવાડા ગામે લઇ આવવા મા આવસે આ કેમ્પ સંપૂર્ણ પણે વિના મુલ્યે યોજાય છે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી હરકિસન આઇ કુબાવત એ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કેન્સર રોગ નિદાન કેમ્પ વિવિધ આરોગ્ય પ્રવૃત્તિઓ વિકલાંગ કલ્યાણ પ્રવૃત્તિઓ બ્લડ ડોનેશન કેમ્પ વ્યસન મુક્તિ કાર્યક્રમ વગેરે નુ પણ આયોજન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores