શ્રી મોગલ માં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા- સુરત દ્વારા ચલાલા મા જિલ્લાના આમંત્રિત પત્રકારો નો સન્માન સમારોહ યોજાયો…
ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા,નાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો….
આ તકે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ કનાણી,અને સાવરકુંડલા માનવ મંદિર થી પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ તેમજ ગઢિયા દાનેવ આશ્રમ ના મહંત પૂજ્ય શ્રી હર્ષદબાપુ ભગત સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લા ભરના પત્રકારશ્રી ઓ નુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું…
ચલાલામાં છેલ્લા 15-17 વર્ષથી અનેકવિધ સેવાકી પ્રવૃત્તિ જેવી કે સમૂહ લગ્ન, ભૂખ્યાને ભોજન,, જરૂરિયાત મંદ લોકોને રાશન કીટ વિતરણ, ગાયો ને ઘાસચારો, પક્ષીઓને ચણ, સરકારી શાળા અને સ્કૂલમાં વિના મૂલ્યે ચોપડા વિતરણ, તેમજ તુલસી વિવાહ, રામનવમી, મહાશિવરાત્રી, જન્માષ્ટમી, સહિતના તહેવારોની ભવ્ય ઉજવણી સહિત અનેકવિધ માનવ કલ્યાણની સેવાકી પ્રર્વુતી છેલ્લા 15 વર્ષથી ચલાલામાં કરી રહ્યા છે.. શ્રી મોગલ માં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા-સુરત દ્વારા ધારી રોડ ઉપર આવેલ જુનાસાંઈ મંદિરના પટાંગણમાં જિલ્લા ભરના આમંત્રિત શ્રેષ્ઠ પત્રકારો મીત્રોનું ભવ્ય સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું
તેમજ આમંત્રિત મહેમાનો તરીકે શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા, ચલાલા નગરપાલિકા પ્રમુખ ભઈલુભાઇ વાળા તાલુકા પંચાયતના ચેરમેન બાબભાઈ વાળા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરાજભાઇ વાળા સહિતના રાજકીય સામાજિક અને સહકારી આગેવાનો અને વેપારી આગેવાનો સહિત નગરપાલિકાના સદસ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને શુભકામનાઓ પાઠવી હતી..
તેમ જ સ્ટેજ સંચાલન પાણીયા દેવ શાળા ના આચાર્ય શ્રી જીતુભાઈ મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યુ હતુ તેમજ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન ચલાલાના વરીષ્ઠ પત્રકાર શ્રી પ્રકાશભાઈ કારીયા, શ્રી બીપીનભાઈ રાઠોડ, અને શ્રી પ્રતાપભાઈ વાળા દ્વારા આપવામાં આવ્યું હતું..
આ પત્રકારોના સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મોગલ માં માનવ સેવા ટ્રસ્ટ ના મુખ્ય સંચાલક શ્રી રાજુભાઈ જાની અને શ્રી લલીતભાઈ મહેતા ટ્રસ્ટ ના તમામ સભ્યશ્રીઓ અને તેમના મિત્રો ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર મુકેશ ડાભી અમરેલી






Total Users : 152524
Views Today : 