અંબાજી મંદિરમાં સુરક્ષા કડક બનાવાઈ: BDS અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરાયું.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરાયું છે, જેના પગલે ગુજરાતને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. આ સ્થિતિમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે.
મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોનું સુરક્ષા કર્મીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શક્તિ દ્વાર ખાતે સુરક્ષકર્મીઓ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરીને ઝીણવટીભરી તપાસ કરી રહ્યા છે.
અંબાજી મંદિર ખાતે 24 કલાક LMG સુરક્ષા ગાર્ડ તહેનાત છે. મંદિરના દરેક ગેટ પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ગઈકાલે રાત્રે BDS (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ) ટીમ અને ડોગ સ્ક્વોડ ટીમે પણ મંદિર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
અંબાજી મંદિર સહિત સમગ્ર મંદિર પરિસરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
હાલમાં અંબાજી મંદિરમાં સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર






Total Users : 147137
Views Today : 