>
Friday, November 14, 2025

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત ધ નેશનલ સ્કૂલ , રાહ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત ધ નેશનલ સ્કૂલ , રાહ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન

 

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા આયોજિત સ્વાવલંબન યાત્રા અંતર્ગત આજે ધ નેશનલ સ્કૂલ રાહ ખાતે એક પ્રેરણાદાયિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

 

આ કાર્યક્રમનો હેતુ મહાત્મા ગાંધીજીના સ્વદેશી સ્વાવલંબન અને આત્મનિર્ભરતાના વિચારોને યુવાનો સુધી પહોંચાડવાનો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી નરસિંહભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું મહેમાનોનું શાબ્દિક સ્વાગત ધ નેશનલ સ્કૂલ ના એમડી. શ્રીના શબ્દોમાં કર્યું હતું આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના પ્રેરક વિદ્યાર્થીઓ સાથે ડૉ .મોતીભાઈ દેવું ઉપસ્થિત રહ્યા હતા તેમણે સૌએ સ્વદેશી વિચારધારા અને આત્મ નિર્ભર ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં માર્ગદર્શન આપ્યું

કાર્યક્રમમાં અંતે આભાર વિધિ વ્યક્ત કરતા શાળાના શિક્ષક શ્રી દરજી કિરણભાઈ એ જણાવ્યું કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાય દીપ બની રહેશે વિદ્યાર્થીઓએ પણ પ્રતિજ્ઞા લીધી કે તેઓ પોતાના જીવનમાં સ્વાવલંબન અને સ્વદેશી ભાવના ને અનુસરી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપશે કાર્યક્રમ બાદ સૌ સાથે મળીને વંદે માતરમ્ સાથે આ સમગ્ર કાર્યક્રમને પૂર્ણ કરેલ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો

પત્રકાર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ રાહ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores