ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીની જિલ્લા કક્ષાની ઉજવણી તા. ૧૫ નવેમ્બરના આર્ડેકતા કોલેજ નવી મેત્રાલ ખેડબ્રહ્મા ખાતે થશે
ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની સાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી તા. ૧૫ નવેમ્બરના આર્ડેકતા કોલેજ નવી મેત્રાલ ખેડબ્રહ્મા ખાતે થનાર છે. જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ની અધ્યક્ષસ્થાને ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની રાજ્યકક્ષાની ઉજવણી આગામી તા. ૧૫ નવેમ્બરે થનાર છે. આ ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લાકક્ષાની ઉજવણી આગામી તા. ૧૫ નવેમ્બરના આર્ડેકતા કોલેજ નવી મેત્રાલ ખેડબ્રહ્મા ખાતે ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં થશે. જેનાના સુચારું આયોજન અને અમલીકરણ માટે પદાધિકારી અને અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
જિલ્લાકક્ષાની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યકિતઓનું સન્માન સહિતની બાબતે મંત્રી શ્રી એ સંબંધીત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક બાદ મંત્રીશ્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આ બેઠકમાં સાંસદ શ્રીમતી રમીલાબેન બારા,જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ,નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, જિલ્લા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, શ્રી ગજેન્દ્ર સક્સેના, શ્રી વિજય પંડ્યા, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સકસેના, ખેડબ્રહ્મા પ્રાંત શ્રી નિમેષ પટેલ સહિત વિસ્તારના આગેવાનો, સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર… વિશાલ ચૌહાણ સાબરકાંઠા






Total Users : 147137
Views Today : 