>
Friday, November 14, 2025

હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્રના ચોરીના ગુન્હા મા છેલ્લા અગીયાર મહીનાથી નાસતા ફરતા આરોપીઓને ચોરી મા વપરાયેલ વાહન સાથે પકડી પાડતી હિમતનગર ગ્રામ્ય પોલીસ

હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્રના ચોરીના ગુન્હા મા છેલ્લા અગીયાર મહીનાથી નાસતા ફરતા આરોપીઓને ચોરી મા વપરાયેલ વાહન સાથે પકડી પાડતી હિમતનગર ગ્રામ્ય પોલીસ

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ IPS સા.નાઓએ સાબરકાંઠા જિલ્લામા દાખલ થયેલ ગુન્હાઓના ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે સંદર્ભે શ્રી એ.કે.પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી હિમતનગર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ અમો શ્રી એચ.આર.હેરભા પોલીસ ઇન્સપેકટર હિમતનગર ગ્રામ્ય પો.સ્ટે.નાઓને પોલીસના માણસોને આ દિશામા સતત વોચ તપાસમા રહી આવા ઇસમોને પકડવા સુચનાકરેલ

 

જે આધારે સર્વેલન્સ માણસો ને આ દિશામા સતત તપાસમા રહેલ દરમ્યાન હિમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ૧૧૨૦૯૦૧૭૨૫૦૦૮૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૫૪ મુજબનો ગુન્હો તા.૨૮/૦૧/૨૦૨૫ ના રોજ અત્રેના પો.સ્ટે.મા દાખલ થયેલ જે ગુન્હાના આરોપીઓ પોતાનુ વાહન લઇ નાસી ગયેલ હોય તે આજદિન સુધી નાસતા ફરતા રહેલ અને આરોપીઓ મળી આવેલ નહી અને છેલ્લા અગીયાર માસથી નાસતા ફરતા હોય આજરોજ તા.૧૨/૧૧/૨૦૨૫ ના રોજ આર.ટી.ઓ સર્કલ ખાતે અત્રેના પો.સ્ટે.સર્વેલન્સ સ્ટાફના હે.કો ચીરાગભાઈ ભીખાભાઈ બ.નં.૧૦૮૦ તથા હે.કો લાભુભાઈ મીઠાભાઈ બ.નં.૧૦૨ તથા પો.કો જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ બ નં ૮૬૧ એ રીતેના વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન પો.કો જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈ બ નં ૮૬૧ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઇનોવા ગાડી મોતીપુરા તરફથી આરટીઓ સર્કલ તરફ આવે છે તેમા બેસેલ ઇસમો શંકાસ્પદ છે જે બાતમી હકીકત આધારે ઉપરોક્ત સર્વેલન્સમા માણસો આર.ટી.ઓ સર્કલ પર સદર બાતમીવાળી ઇનોવા ગાડી રોકી લઇ સીલ્વર કલરની ઇનોવા ગાડી રજીસ્ટ્રેશન નંબર GJ-23-H-0492 નો હોય અને તેમા બેસેલ બંન્ને ઇસમોને નીચે ઉતારી પુછપરછ કરતા ઇનોવા ચાલક પોતાનુ નામ (૧).અનવરભાઈ મૌલાભાઈ મુલતાની ઉ.વ. ૩૮ તથા બાજુમા બેસેલ ઇસમ પોતાનુ નામ (૨).હારૂન કમાલુદ્દીન મુલતાની ઉ.વ.૨૯ બંન્ને રહે. મોડાસા રાણા સૈયદ તા.મોડાસા જી.અરવલ્લીના હોવાનુ જણાવેલ જે બંન્ને ઇસમોના ઓળખના આધાર પુરાવા ચેક કરતા તેમ રેકર્ડે ખાત્રી તપાસ કરાવતા સદર સીલ્વર કલરની ઇનોવા ગાડી રજીસ્ટ્રેશન નંબર GJ-23-H-0492 તથા તેમાથી પકડાયેલ બંન્ને ઇસમો હિમતનગર ગ્રામ્ય પો.સ્ટે.૧૧૨૦૯૦૧૭૨૫૦૦૮૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨), ૫૪ મુજબના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓ હોય પકડી લેવામા આવેલ છે આમ સદર બંન્ને નાસતા ફરતા આરોપીઓ ને ઉપરોક્ત ગુન્હામા ઉપયોગમા લીધેલ સીલ્વર કલરની ઇનોવા ગાડી રજીસ્ટ્રેશન નંબર GJ-23-H-0492 સાથે પકડી લઇ છેલ્લા અગીયાર માસથી નાસતા ફરતા બે આરોપીઓને પકડી લેવામા સફળતા મેળવેલ છે

 

પત્રકાર… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores